સુરેન્દ્રનગરઃ જિલ્લાના આસુન્દ્રાળી ગામે ઉપસરપંચના પત્ની અને ભાણેજને કોરોના થતા આસુન્દ્રાળી અને ભવાનીગઢમાં ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા આ ગામની 1100ની વસ્તી ધરાવતા ગામમાંથી 700 લોકો કોરોના સંક્રમણ અને ક્વોરેન્ટાઇન થવાની બીકે પોતાના ઘર છોડીને વાડીમાં રહેવા માટે જતા રહ્યા છે.
સુરેન્દ્રનગરના આસુન્દ્રાળી ગામમાં પોઝિટિવ કેસ નોંધાતા ગામના લોકો વાડીમાં રહેવા મજબૂર
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં કોરોનાનો પેસારો થયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે આસુન્દ્રળી ગામમાં ઉપ સરપંચના પત્ની અને ભાણેજનો પોજેટીવ રીપોર્ટ આવ્યો છે અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદની હોવાનું બહાર આવ્યું છે.
આ બંને પોઝિટિવ દર્દીને સારવાર માટે સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાયમ પશુ અને ખેતીવાડીનો વ્યવસાય કરતા ગ્રામજનો પોતાના પરિવાર સાથે સીમમાં વાડી વિસ્તારમાં જતા રહ્યા છે. વાડીમાં ખુલ્લા વાતાવરણમાં કામ કરવા ટેવાયેલા ગામના લોકોને ઘરમાં રહેવુ તે જેલ જેવુ લાગી રહ્યું છે. છતા જાગૃતતા દાખવીને નિયમોનું પાલન કરી રહ્યા છે. જે લોકો ઘર છોડીને સીમમાં ગયા છે તેઓ હાલતો પોતાના ઘરમાં રહેલી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઇ ગયા છે. અંદાજે તેમની પાસે 5થી 10 દિવસ ચાલે તેટલી જીવન જરૂરિયાતની મહત્વની વસ્તુઓ લઈ ગયા છે.