ગુજરાત

gujarat

ETV Bharat / state

આડા સબંધને લઈ દંપતી વચ્ચે ઝઘડા થતા પતિએ ત્રીજા માળેથી પડતું મુકી કર્યો આપધાત - sur

સુરત: જિલ્લાના વેસુ ફાયર સ્ટેશન વિસ્તારમાં ત્રીજા માળેથી પડતુ મુકી આપધાત કરવાનો બનાવ બન્યો છે. અન્ય યુવતીની સાથે આડા સંબંધને લઇને પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝધડા થતા હોવાથી કંટાળેલા પતિએ ત્રીજા માળેથી પડતું મુકી આપધાતનો પ્રયાસ કર્યો હતો.

આડા સબંધને લઇ દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ત્રીજા માળેથી પડતું મુકી કર્યો આપધાત

By

Published : Jul 11, 2019, 12:35 PM IST

સમગ્ર ઘટનામાં વિગત એવી છે કે સંબંધીને ત્યાં આવેલા યુવકે ત્રીજા માળેથી પડતુ મુકીને આપધાત કર્યો હતો. જેમાં માલુમ પડ્યું હતુ કે અન્ય યુવતીની સાથે આડા સંબંધને લઇને પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝધડો થતો હતો. જેને લઇને ફાયર સ્ટેશનના ત્રીજા માળેથી યુવકે પડતુ મુક્યું હતું. ત્યાર બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક યુવકને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે.

ઝઘડો થતા પતિએ ત્રીજા માળેથી પડતું મુકી કર્યો આપધાત

ABOUT THE AUTHOR

...view details