ગુજરાત

gujarat

ETV Bharat / state

મોબાઈલ ચોરીની શંકામાં યુવકની પત્નીની નજર સામે જ હત્યા કરાઈ

સુરતમાં ફરી હત્યાની ધટના બની છે. સુરતના રાંદેર સ્થિત સુભાષનગર ખાતે મોબાઈલ અંગેના ઝઘડામાં યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા (Surat murder case) કરવામાં આવી હતી. જો કે આરોપી હત્યા કર્યા બાદ કોઝવે પાસે આવેલા ઝાંડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો.પોલીસે ઝડપી તેની સામે કાર્યવાહી કરી છે.

મોબાઈલ ચોરીની શંકામાં યુવકની પત્નીની નજર સામે જ હત્યા કરાઈ
મોબાઈલ ચોરીની શંકામાં યુવકની પત્નીની નજર સામે જ હત્યા કરાઈ

By

Published : Oct 18, 2022, 4:54 PM IST

સુરતમાંહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે હત્યાઓ અને ગુનાખોરીઓ સુરતમાં થઇ રહી છે. સુરત હત્યાના (Surat murder case) મામલામાં કેપીટલબની ગયું છે. ફરી આવી જ એક ધટના બની છે. સુરતના રાંદેર સ્થિત સુભાષનગર ખાતે આ ધટના બની છે.

નજર સામે જ હત્યાસુરતમાં મોબાઈલ ચોરીની શંકામાં યુવકની પત્નીની નજર સામે જ હત્યાકરાઈ હતી. જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના રાંદેર સ્થિત સુભાષનગર ખાતે મોબાઈલ અંગેના ઝઘડામાં યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા (Surat murder case) કરવામાં આવી હતી. જો કે આરોપી હત્યા કર્યા બાદ કોઝવે પાસે આવેલા ઝાંડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. પરંતુ તે સુરત શહેર છોડીને જાય તે પહેલા એસઓજી પોલીસે (SOG Police Surat)તેને ઝડપી પાડી અને તેની સામે કાર્યવાહી કરી હતી.

ચપ્પુના ઘા ઝીકી હત્યાસુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સુભાષનગરમાં (Subhash Nagar located in Rander Surat) મોબાઈલ અંગેના ઝઘડામાં યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ રાંદેર પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં એસઓજી પોલીસને (SOG Police Surat) બાતમી મળી હતી કે આરોપી કોઝવે પાળા પાસે આવેલા ઝાડી ઝાંખરામાં સંતાયેલો છે. બાતમીના આધારે પોલીસે ત્યાં કોમ્બિંગ હાથ ધરી આરોપી ફિરોજ ઉર્ફે ચવલી સલીમ શેખને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલાસોપોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 16 તારીખના રોજ સવારના તેનો મોબાઈલ ફોન કોઈએ ચોરી કરી લીધો હતો. જે બાબતે મૃતક સગીર શબ્બીર શેખ પર શંકા હતી અને તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રાત્રીના 11 વાગ્યાની આસપાસ મૃતક સગીર શબ્બીર શેખ તેની પત્ની સાથે આવતા આરોપી અને તેની માતા સમીમબાનું સાથે મળી તેની સાથે ઝઘડો કર્યો હતો. મૃતક કઈ સમજે તે પહેલા જ તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ લઇ જવાતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે આરોપી અને તેની સામે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details