સુરતઃ શહેરના નાના વરાછા વિસ્તાર પાસે આવેલ હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં આગ (Surat Bus Fire) લાગતાં મહિલા સહિત ત્રણ લોકો દાજતા તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમાં એક મહિલાનું મૃત્યુ (Woman Death in Surat Bus Fire) થઇ ગયું હતું. આ મહિલા જેઓ મૂળ ભાવનગરના વતની છે. જેમના થોડા સમય પહેલા લગ્ન થયા બાદ હનીમુન માટે ગોવા ગયા હતા. ગોવાથી સુરત ફ્લાઇટમાં આવી સુરતથી ભાવનગર બસમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન બસમાં આગ લાગતા પતિએ વિશાલ નવલાની સળગતી બસના બારીમાંથી બહાર કૂદી પડ્યો હતો, પરંતુ તેની પત્ની તાનિયા બસની બારીમાં ફસાઈ ગઈ હતી અને તે કૂદી ન સકતા તે મોતને ભેટી હતી.
બસમાં 12 જેટલા પેસેન્જરો હતા
સુરતમાં ગઈકાલે રાજધાની નામની ખાનગી બસ (Fire in a Private Surat Bus Fire) કતારગામથી ભાવનગર જવા રવાના થઈ હતી. બરોડા પિસ્તોજથી હીરાબાગ જતા બસની અંદરથી અચાનક ધુમાડો દેખાતા થોડા ક્ષણો બાદ બસની અંદર આગ લાગવાની શરૂઆત થઇ હતી. આ બસમાં 12 જેટલા પેસેન્જરો હતા. પેસેન્જરોએ ડ્રાઇવર અને કંડકટરને ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મહિલા તાનિયા નવલાની સિવાય તમામ બસ માંથી નીચે ઉતારી ગયા હતા. પરંતુ જે તાનિયા નવલા બસમાંથી ઊતરી શકી ન હતી.