સુરતઃગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022)અલગ-અલગ પાર્ટીના નેતાઓ દ્વારા પક્ષપલટો થતો હોય છે. એમાં કોંગ્રેસ માંથી હાર્દિક પટેલે (Hardik Patel)રાજીનામું આપ્યું છે અને હવે ભાજપમાં જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલ કોંગ્રેસમાં (Gujarat Congress)જોડાશે તેવી વાતો બહાર આવી રહી છે. ગુજરાતમાં હાલ રાજકારણમાં ખુબ જ બદલવા જોવા મળી રહ્યો છે. કારણકે હાલ થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે.
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું -હાલ તમામ પાર્ટીઓ દ્વારા અત્યારથી પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમાં થોડા દિવસ પહેલાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ એવી વાતો ચાલી રહી છે કે, હાર્દિક પટેલ ટૂંકા સમયમાં ભાજપમાં જોડાશે. બીજી બાજુ નરેશ પટેલ (Naresh Patel)જેઓ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજિક અગ્રણી છે તેમને લઈને આવી ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ કોંગ્રેસમાં જોડાશે.
આ પણ વાંચોઃગુજરાતમાં આવીને કૉંગ્રેસના નેતાઓ શું કરે છે, હાર્દિક પટેલે કર્યો ખૂલાસો
હાર્દિક પટેલ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા -હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તો મને કોઈ ફાયદો થઇ શકે નહિ. કારણકે પહેલા પાસમાં હતા ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યા. પાસમાં હતા ત્યારે તેઓ એમ કેહતા હતાકે, મારે કોઈ પાર્ટીમાં જવાની ઇચ્છા નથી. તેમ છતાં તેઓ વાત કરીને પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારથી કોંગ્રેસમાં હતા તો એમ નથી લાગતું કે કોંગ્રેસને કોઈ ફાયદો થયો હોય એમ જો હવે ભાજપમાં પણ જાય તો મને નથી લાગતું કે ભાજપને તેમના આવાથી કોઈ ફાયદો થશે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો થોડો ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે તેમનું સમાજમાં લેવલ ખુબ જ ઉંચુ છે. તમણે પટેલ સમાજ માટે ઘણા કામો કર્યા છે. વિદ્યાર્થીઓને લાગતા શૈક્ષણિકને લાગતા કામો કર્યા છે. આવા ઘણા કામો સમાજના માટે કરે છે. એટલે જો કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.