- માંડવી નગર અને કડોદ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
- કોરોના સંક્રમણ વધતા કરાયો નિર્ણય
- વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ કરી
સુરતઃ જિલ્લાના માંડવી નગર અને બારડોલી તાલુકાના કડોદ ગામમાં વેપારીઓએ બપોર બાદ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. કોરોના સંક્રમણને રોકવા માટે કડોદના વેપારીઓએ સરાહનીય કદમ ઉઠાવી આજથી મંગળવારથી આંશિક લોકડાઉનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ વેપારીઓના આ નિર્ણયને વધાવી લીધો હતો. સુરત જિલ્લા સહિત બારડોલી તાલુકામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે હવે નાના શહેરોથી લઈ ગામડાઓ સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના 12 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન
કડોદમાં બપોર પછી રસ્તા સુમસામ
બારડોલી તાલુકાના કડોદ ગામમાં ગત રોજ વેપારીઓની મિટિંગ યોજાઈ હતી, જેમાં નક્કી થયા મુજબ મંગળવારના રોજ બપોરે બે વાગ્યાથી બજાર સ્વયંભૂ બંધ કરવામાં આવી હતી. તમામ દુકાનો બંધ થતાં કડોદના રસ્તાઓ પણ સૂમસામ થઈ ગયા હતા અને લોકોએ કામ વગર બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. આ સ્વૈચ્છીક લોકડાઉનમાંથી આવશ્યક ચીજવસ્તુઓ અને દવાની દુકાનોને બાકાત રાખવામાં આવી છે.