દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરદાર માર્કેટમાં રોજ બરોજ- મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શાકભાજીનો જથ્થો ભરેલી ટ્રકો મોટી સંખ્યામાં ઠાલવવામાં આવતી હોય છે. જો કે શાકભાજીના ભાવોમાં અચાનક જ વધારો થતાં આ ટ્રકોની સંખ્યામાં પણ એકાએક ઘટાડો નોંધાયો છે. ઉનાળાની સીઝન અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ઉત્પાદનમાં આ વખતે ઘટાડો નોંધાયો છે. આ સાથે ડેમમાં પાણીની ઓછી શાકભાજીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ છે. સામાન્ય શાકભાજીના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો નોધાયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોમાં 40 થી 50 ટકાનો વધારો થયો છે. સુરતના શાકભાજીના વેપારી બાબુભાઇ શેખના જણાવ્યાનુસાર શાકભાજીના બજાવમાં દર વટશે ઉનાળા દરમિયાન શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ છે. જેની અસર હાલ જોવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય ત્રણ કારણો છે. જેમાં આ વખતે ઉકાઈમાં પાણીની ઓછી આવક હોવાના કારણે દક્ષિણ ગુજરાત ના ખેડૂતોને રોટેશન પ્રમાણે પાણી નથી મળી રહ્યું.
આ સિવાય ઉનાળુ અગાઉ આવેલા વાવાઝોડાએ પણ ખેતપેદાશો પર માંઠી અસર પોહચાડી છે.રીંગણ,તુવેર, વટાણા ,પર્વત જેવી શાકભાજીઓ ભાવમાં ચાલીસ થી પચાસ ટકા જેટલો વધારો થયો છે,જ્યારે સામાન્ય દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વટાણા હાલ શિમલા થી આવી રહયા છે.જેનો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ વધી જવાના કારણે પણ ભાવ વધારો ઝીંકાયો છે.આ સાથે ગરમીની સીઝનમાં લીંબુ નો વપરાશ વધુ હોય છે.પરંતુ ગરમીના કારણે ઓછા પાકની અસર વર્તાઈ છે.જ્યાં લીંબુના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે.લીંબુ નો પ્રતિ 20 કિલોનો ભાવ અગાઉ 600 થી 1000 રૂપિયા હતો.જે વધીને હવે 1000 થી 1400 રૂપિયા સુધી પોહચી ગયો છે.