ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ભંગારના કચરાથી ગામલોકો ત્રસ્ત, પંચાયત અને GPCB કુંભકર્ણની નિંદ્રામાં

વાપી: વાપી તાલુકાના સલવાવ અને બલીઠા ગ્રામપંચાયત વિસ્તારમા અસામાજિક ત્તત્વો ભંગારનો કેમીકલયુક્ત કચરો રોજ રાત્રે બલીઠા સ્મશાન ભૂમિ પાસે જાહેર માર્ગમાં નાખી સળગાવતા ગામલોકો અને વાહનચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જ્યારે પંચાયત અને GPCB કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા છે.

િુિપ

By

Published : Jun 27, 2019, 12:45 PM IST

ભંગારિયાઓનાં આ કૃત્યથી વાહન ચાલકોને અને આસપાસ રહેતા લોકોને દુર્ગંધ,શ્વાસ રૂંધાવા સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બલિઠા ગામની હદમાં સળગાવાતા આ કચરાના ધુમાડાથી ફેલાતા પ્રદૂષણથી સલવાવ ગામના રહેવાસીઓ પણ પરેશાન છે. તો ભંગારિયાઓએ પંચાયતને જાણે ઘરની મિલકત સમજી હોય તેમ સ્મશાન ભૂમિને પણ ભંગારનું ગોડાઉન બનાવી દીધું છે.

વાપીમાં પંચાયત અને GPCB કુંભકર્ણની નિંદ્રામાં....

જ્યારે પણ કોઈ તેઓ સામે રજૂઆત કરવા જાય છે. ત્યારે, તેમને હડધૂત કરી દાદાગીરી કરે છે અને અમે પંચાયતને હપ્તા આપીએ છીએ અમારું કાઈ બગડશે નહીં, તેવી દાદાગીરી કરે છે. ત્યારે, હવે ગામના સરપંચ-સભ્યો તો આ ભંગારિયાઓના ખોળે બેસી ગયા બાદ ગામલોકો દોજખ ભરી જિંદગી જીવવા ટેવાઈ ગયા છે અને કોઈ આ મુદ્દે અવાજ ઉઠાવતું નથી.

આશા રાખીએ કે જે રીતે ગુજરાત પ્રદુષણ બોર્ડ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ઉદ્યોગકારો પર પ્રદૂષણના મુદ્દે તવાઈ બોલાવે છે. તેવી તવાઈ આ ભંગારિયાઓ પર બોલાવે તો જ આ પ્રદુષણ પર અંકુશ આવશે અને ગામ લોકો માટે સાચા અર્થમાં આદર્શ રહેઠાણવાળું ગામ બનશે. બાકી તો ડુંગરા અને છીરીની પરિસ્થિતિની જેમ ભંગારિયાઓનાં ગામની ઉપમા મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે, સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં જે રીતે બાળકોના જીવ ગયા તેનાથી વિપરીત આ વિસ્તારોમાં રોજ ભંગારના ગોડાઉનમાં લાગતી આગનો ધૂમાડો અને કેમિકલયુક્ત વેસ્ટ કચરાનું પ્રદુષણ ધીમું ઝેર બન્યું છે. જે દરરોજ હજારો લોકોને ધીરેધીરે મોત તરફ ધકેલી રહ્યું છે. પરંતુ તે માટે તંત્ર નિયમોના વાઘામાં કે પૈસાની લાલચમાં એક્શન મોડમાં આવતું નથી.


For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details