ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં IPL પર સટ્ટો રમતા 2 સટ્ટોડીયા ઝડપાયા

સુરત : આઈ.પી.એલ મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને DCB પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને ઈસમો પાસેથી કુલ 58 હજારનો મુદા માલ કબ્જે કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 9, 2019, 10:08 AM IST

સુરતમાં DCB પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો અમરોલી સુદામા ચોક પાસે આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટમાં સટ્ટો રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં જયેશભાઈ હિમ્મતભાઈ ડોબરીયા અને રાજેશભાઈ ધીરૂભાઈ પટેલ નામના બે ઈસમો IPL મેચ પર સટ્ટો રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ 58 હજારની મત્તા કબ્જે કરી હતી, અને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details