સુરત:કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલ ડાયમંડ સ્કૂલમાં સ્લેબ ધરાશાયી થઈ જતા ત્રણ શ્રમિકો કાટમાળમાં દબાઈ ગયા હતા. આ ઘટનાથી અપરાધફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગેની જાણ થતાં ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કાટમાળમાં દબાયેલા ત્રણ જેટલા શ્રમિકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સના મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે શ્રમિકોને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. શાળામાં બે દિવસની રજા હોવાથી એન્ટ્રીના છત પાડવાનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું.
Surat News: કાપોદ્રામાં શાળાનો સ્લેબ ધરાશાયી થતાં બે શ્રમિકોના કરુણ મોત - ETVBharatGujarat Surat Death School
સુરતના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલ ડાયમંડ સ્કૂલમાં સ્લેબનો ભાગ ધરાશાયી થઈ જતા ત્રણ શ્રમિકો દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્લેબની નીચે દબાયેલા શ્રમિકોને માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે નીચે દબાયેલા શ્રમિકને જ્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે આ ઘટનામાં બે શ્રમિકોના કરુણ મોત થયા હતા.
ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી કે કાપોદ્રા ખાતે આવેલ ડાયમંડ સ્કૂલમાં ગેટના સમારકામ દરમિયાન એક સ્લેબ ધરાશાયી થઈ ગયો છે. જેથી ત્રણ શ્રમિકો ત્યાં દબાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કાટમાળ હટાવી શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય શ્રમિકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોએ બે શ્રમિકોને મૃત જાહેર કર્યા છે આ અંગેની જાણ પોલીસને પણ કરવામાં આવી છે. - વસંત પારેખ, ફાયર વિભાગના અધિકારી
શાળાની એન્ટ્રીનું છત પાડતાં જીવ ગુમાવ્યો: શાળાના સંચાલક દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ધારૂકા કેમ્પસમાં ડાયમંડ શાળા આવેલી છે. અત્યારે સ્વતંત્રતા પર્વ અને પતેતીની રજા હોવાના કારણે અમે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી શાળાની એન્ટ્રીનું છત પાડવાનું કામ સોપ્યું હતું. અહીં કામગીરી ચાલી રહી હતી ત્યારે અમને જાણકારી મળી કે સવારે આ ઘટના બની છે. આમાં દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પણ મદદ કરી હતી. અમે આ અંગે પોલીસને પણ જાણકારી આપી છે.
TAGGED:
સ્લેબનો ભાગ ધરાશાયી