ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના ONGC બ્રિજ પરથી ટ્રેલર પટકાતા ડ્રાઈવરનું મોત

સુરત: શહેરમાં ઇચ્છાપોર વિસ્તારમાં અક્સમાતની ઘટના બની હતી. શહેરના ONGC બ્રિજ પરથી ટ્રેલર પટકાતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળ પર પોલીસ સહિત 108નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

etv bharat surat

By

Published : Oct 1, 2019, 8:50 AM IST

ટ્રેલર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઈડર તોડી અંદાજે 80 ફૂટ નીચે પટકાયું હતું. આ અક્સમાતમાં ચાલક ઉમેશ યાદવનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.

સુરતના ONGC બ્રિજ પરથી ટ્રેલર પટકાતા ડ્રાઈવરનું મોત

ઘટનાની જાણ થતાં 108 ઈમરજન્સી સેવા અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાનાં ખસેડાયો હતો.

108નો કાફલો ઘટના સ્થળે

પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details