ગુજરાત

gujarat

ETV Bharat / state

વાહનચાલક પાસેથી ગેરકાયદેસર પૈસા પડાવનાર ASIને બરતરફ કરાયા - Sweta singh

સુરત: વાહન ચાલક પાસેથી દંડના નામે વગર પાવતીએ 500 રૂપિયા ઉઘરાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અરજદાર વીડિયો સાથે એએસઆઈ વિરુદ્ધ સુરત એસીબીમાં ફરિયાદ લઈને પહોંચતા પોલીસતંત્ર શરમમાં મુકાયું હતુ. અરજદારે આ ભ્રષ્ટાચારી ટ્રાફિક કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરતાં અંતે એ.એસ.આઈ.ને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે.

surat

By

Published : May 11, 2019, 3:07 PM IST

Updated : May 11, 2019, 4:47 PM IST

બે દિવસ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ દરમિયાન વાહન ચાલક પાસેથી ખોટી રીતે 500 રુપિયા પડાવી લેનાર ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થયો હતો. સુરતના ઉતરાણ ખાતે રહેતા મિલન અરવિંદભાઈ દેસાઈએ સુરત પોલીસ કમિશ્નરને આ અંગે વીડિયો સાથે લેખિત ફરિયાદ કરી હતી. જે ફરિયાદને અનુસંધાને અંતે એ.એસ.આઈ.ને સસ્પેન્ડ કરાયાં છે.

સસ્પેન્ડ કરાયેલા આર.જે. પરમારે વાહન ચેકીંગ દરમિયાન એક વાહનચાલકને ઉભા રાખી 1000 રુપિયાની માંગ કરી હતી. દરમિયાન 500 રુપિયામાં સમાધાન કર્યું હતુ. પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ રહી હતી. અરજદારે ખાનગી રીતે પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલી માંગને રેકર્ડ કરી લીધી હતી.

સુરતમાં ટ્રાફિક પોલીસનો પૈસા લેતો વીડિયો વાયરલ

અરજદારે જાહેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે એ.એસ.આઈ. પાવતી જોઈતી હોય તો ઓછામાં ઓછા 1000 રુપિયાની માંગ કરી રહ્યાં છે. દરમિયાન અરજદાર પાસેથી 500 રુપીયાની નોટ લઈ પોતાના ખિસ્સામાં મુકતા નજરે ચઢી રહ્યાં છે. આ વીડિયો સુરત સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ જતા પોલીસતંત્ર સામે લોકોએ જાતભાતની કટાક્ષ કર્યા છે. તેમજ આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

Last Updated : May 11, 2019, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details