ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: દેવઘાટ ધોધનો નયનરમ્ય નજારો, સહેલાણીઓનો ગાઢ જંગલ વચ્ચે ધોધ પાસે જમાવડો

સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસી રહેલા વરસાદને લઈને ઉમરપાડાના દિવતણ ગામની સીમમાં આવેલો દેવઘાટ ધોધ છેલ્લા 20 દિવસથી વહેતો થયો છે. ઉમરપાડાના ગાઢ જંગલ વચ્ચે આવેલો દેવઘાટ ધોધ વહેતો થતા નયનરમ્ય નજારો સામે આવ્યો છે. આ નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે. વરસાદના કારણે તમામ નદીઓ છલકાઈ ગઈ છે.

દેવઘાટ ધોધનો નયનરમ્ય નજારો, સહેલાણીઓનો  ગાઢ જંગલ વચ્ચે ધોધ પાસે જમાવડો
દેવઘાટ ધોધનો નયનરમ્ય નજારો, સહેલાણીઓનો ગાઢ જંગલ વચ્ચે ધોધ પાસે જમાવડો

By

Published : Aug 1, 2023, 12:18 PM IST

દેવઘાટ ધોધનો નયનરમ્ય નજારો, સહેલાણીઓનો ગાઢ જંગલ વચ્ચે ધોધ પાસે જમાવડો

સુરત: જિલ્લાના ઉમરપાડા તાલુકાના દિવતણ ગામની હદમાં ગાઢ જંગલોની વચ્ચે આવેલ દેવઘાટ ધોધ છેલ્લા 20 દિવસથી સક્રિય થયો છે. જે લઈને હાલ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી થયા છે. વરસેલા ભારે વરસાદને કારણે પ્રકુતિની સાથો સાથ દેવઘાટ ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. દર વર્ષે વર્ષા ઋતુમાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓઓ દેવઘાટ ધોધ ખાતે આવે છે. આ ધોધનો નજારો માણે છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ દેવઘાટને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

દેવઘાટ ખીલ્યો: ત્યારે આ બાબતે દેવઘાટ ધોધનો નજારો માણવા આવેલ સંદીપભાઈ એ જણાવ્યું હતું કે દેવઘાટ ધોધ વહેતો થતા અહી અદ્ભુત નજરો અમને જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે સોળે કળાએ દેવઘાટ ખીલ્યો છે. અહીનું ખુશનુમાં વાતાવરણ પ્રવાસીઓનું મન મોહી લે છે. જાણે સ્વર્ગ માં આવી ગયા હોય તેવું લાગે છે.વન વિભાગ દ્વારા પણ અહીંયા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઇ છે.સૌ કોઈએ અપીલ છે કે એકવાર પરિવાર સાથે આ ધોધ જોવા જવું જોઈએ.

મેઘરાજાએ પધરામણી કરી:સુરત જિલ્લામાં અષાઢ મહિનાનો બેસતા જ મેઘરાજાએ પધરામણી કરી દીધી હતી. મન મૂકીને વરસવાનું શરુ કરી દીધું હતું જેને લઇને સુરત જિલ્લાના જળાશ્યો છલોછલ થઈ ગયા હતા. સુરત જિલ્લાના ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા અને તેઓ વાવણીના કામમાં જોતરાઈ ગયા હતા.ત્યારે અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં 440 mm, માંગરોળ તાલુકામાં 577 mm, ઉમરપાડા તાલુકામાં 1168 mm, માંડવી તાલુકામાં 1062 mm, કામરેજ તાલુકામાં 830 mm, સુરત સિટીમાં 830 mm, ચોર્યાસી તાલુકામાં 817 mm, પલસાણા તાલુકામાં 1299 mm, બારડોલી તાલુકામાં 1369 mm અને મહુવા તાલુકામાં 1408 mm વરસાદ વરસ્યો છે.ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

  1. Surat Urea fertilizer : યુરિયા ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી લાઈન લાગી, ટેક્નિકલ ખામી અને ખાતરની તાણ
  2. Surat Crime News : બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારને સુરત સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યો

ABOUT THE AUTHOR

...view details