સુરતમાં હાઈવે પર અકસ્માતની ઘટનાઓને રોકવા નાગરિક સેવા સમિતિનો અનોખો વિરોધ
સુરત : કામરેજ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માત જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જેથી નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને ઘણીવાર તો એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાની ફરિયાદો થાય છે.આ બાબતે વારંવાર તંત્રને લેખિતમાં ફરિયાદ કરવા છતાં પણ કોઈ નિવાકરણના આવતા કામરેજ નાગરિક સેવા સમિતિના સભ્યો હાથમાં ઘંટ લઈ સુરત જિલ્લા કલેકટર કચેરી પોહચ્યાં હતા અને રણટંકાર કર્યો હતો.
કામરેજ નાગરિક સેવા સમિતિના સભ્ય અશ્વિન ચીખલીયા એ જણાવ્યું હતું કે, તંત્ર એ ખાતરી આપી હોવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી કામરેજ નાગરિક સેવા સમિતિ દ્વારા વડાપ્રધાનને એક હજાર જેટલા પોસ્ટ - કાર્ડ પણ લખવામાં આવ્યા છે. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જો આગામી 28 મી તારીખ સુધીમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કામરેજ ચાર રસ્તા અને નેશનલ હાઇવે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો આ સાથે તે જ દિવસથી પ્રતિક ધરણા અને ઉપવાસના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.