સુરત :શહેરમાં દુકાન ઉપર નું છાપરું તોડી અંદર પ્રવેશીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ માં થઇ હતી. ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
મોબાઈલ દુકાનના સંચાલક ભેરુભાઈએ જણાવ્યું હતું કે, અમે સવારે દુકાન ગયા તે દરમિયાન દુકાનમાં રહેલા મોબાઈલ ગાયબ હતા. તેથી તરત સીસીટીવી કેમેરા ચેક કરતા એક તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. હાલ સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસ કરવામાં આવી છે.
લાખોની ચોરી કરવામાં આવી : કોસંબા પોલીસની હદમાં પીપોદરા જીઆઇડીસી નજીક આવેલા ભાટીયા મોબાઇલની દુકાનમાં અજાણ્યા તસ્કરો છાપરૂ તોડી અંદર પ્રવેશી કુલ 14 લાખ રૂપિયા સુધીના મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મોગલ ધામ મંદિર ની સામે આવેલા ભાટીયા મોબાઇલ કોમ્યુનિકેશન એન્ડ રીટેલ શોપ નામની દુકાનમાં અલગ અલગ કંપનીના મોબાઈલ વેચાણ કરતા હોય ગત મોડી રાત્રે દુકાનની આગળના ભાગે પતરૂ ઉંચુ કરી અજાણ્યા તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી સેમસંગ, ઓપ્પો, વીવો, રિયલમી, રેડમી, વનપ્લસ જેવી અલગ અલગ કંપનીના 68 જેટલા મોબાઇલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. તેમજ દુકાન ના ડ્રોવર માં મુકેલ રોકડા 1,15,000 પણ લઇ ગયા હતા.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ : બીજા દિવસે વહેલી સવારે દુકાન માલિક દુકાન ખોલવા આવતા દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા પરિસ્થિતિ પામી ગયેલા ભાટીયા મોબાઇલ સૂત્રોએ કોસંબા અનુસાર સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. હાલ કોસંબા પોલીસે અજાણ્યા તસ્કર વિરૂધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ હતી.
- Surat Crime: મોબાઈલ ફોનના ટાવરોમાંથી રાઉટરની ચોરી કરનાર ગેંગ પકડાઈ
- Surat Crime News : સુરતમાં ચોરીની શંકાના આધારે ત્રણ ભાઈઓએ કરી મિત્રની હત્યા