ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં તસ્કરોનો આતંક, અંદાજે 8 લાખની ચોરી કરી થયા ફરાર

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. જેમાં એક ઘરને નિશાન બનાવી તસ્કરોએ 7થી 8 લાખની મત્તા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ વખતે ચોર CCTV કેમેરામાં કેદ થયા હતા. 4થી 5 તસ્કરો એક કારમાં આવીને ચોરીને અંજામ આપ્યો હતો. તપાસમાં આ કારનું પાસિંગ મધ્યપ્રદેશ હોવાનું બહાર આવ્યું હતું.

સુરતના વરછા વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ, 8 લાખની ચોરી કરી થયાં ફરાર

By

Published : Jul 13, 2019, 5:16 PM IST

સુરતમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં વધુ એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. સુરતના વરાછા સ્થિત જય ભવાની સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો. ઘર માલિક ઘરમાં મરણ થઇ ગયું હોવાથી તમામ સભ્યો ગામે ગયા હતા. તે સમયે તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કરેલી આ ચોરી CCTV કેમેરામાં કેદ થઇ હતી. જેમાં 5 વાગ્યાના અરસામાં એક કારમાં આવેલા 4થી 5 તસ્કરો ઘરનો નકુચો તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી અંદાજીત 7થી 8 લાખની ચોરી કરી ફરાર થતાં જોવા મળે છે.

સુરતના વરછા વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ, 8 લાખની ચોરી કરી થયાં ફરાર

ચોરી વખતે ઘર માલિક ગામમાં હોવાથી કેટલાની ચોરી થઇ તેની સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ 7થી 8 લાખની ચોરીનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. પાડોશીએ આ સમગ્ર બનાવની જાણ ઘર માલિક અને વરાછા પોલીસે સ્ટેશનમાં કરી હતી. પોલીસે ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details