- અણુવિદ્યુત મથકનાં ગેટ નંબર 3-4 ની અંદર આવેલા ગોડાઉનમાંથી થઈ ચોરી
- 9 નંગના ડ્રમ વાયર મળી 4500 મીટર વાયરની થઈ ચોરી
- માંડવી પોલીસે 2.50 લાખની ચોરીની નોંધી ફરિયાદ
- પ્રોજેક્ટ એન્જિનિયર તપાસ માટે ગયા ત્યારે ચોરી થયાનું માલુમ પડ્યું
સુરત: માંડવી મોટીચેર ખાતે આવેલા અણુવિદ્યુત માથાકનાં ગેટ નંબર 3 અને 4ની અંદર આવેલા સ્ટરલીંગ એન્ડ વ્હીલ્સન કંપનીની ઓફિસની સામે કંપનીનો સામાન મૂકવા માટેનાં ગોડાઉનમાં પ્રોજેક્ટ એન્જિનિયર તપાસ માટે ગયા હતા. ત્યારે ત્યાં તેઓને મુકવામાં આવેલા કેબલના ડ્રમ પૈકી 9 નંગ કેબલ ડ્રમ ઓછા જોવા મળતા સમગ્ર પ્લાન્ટમાં તેની તપાસ કરતા તે ક્યાંય ન મળતા ચોર ઈસમે વાયર ડ્રમ નંગ-9 જેની લંબાઈ કુલ 4500 મીટર થઈ કુલ રૂ.2,55,000ની મત્તા ચોરી કરી હોવાનું જણાતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ હતી.