ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 51.41 ટકા મતદાન થયું

આજે બારડોલી સુગર ફેકટરીની ચૂંટણીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 51.41 ટકા જેટલું મતદાન થયુ હતું. કુલ ત્રણ મતદાન મથકો પર 13 બેઠક માટે 2375 મતદાતાએ મતદાન કર્યું હતું.

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 51.41 ટકા મતદાન થયું
બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 51.41 ટકા મતદાન થયું

By

Published : Nov 28, 2020, 10:32 PM IST

  • બારડોલીમાં સુગર ફેક્ટરીમાં ચૂંટણી યોજાઈ
  • સહકાર અને કિસાન પેનલ વચ્ચે થયો મુકાબલો
  • 13 બેઠકો માટે 2375 મતદારે કર્યું મતદાન


બારડોલી: શ્રી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ (બારડોલી સુગર ફેકટરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે શનિવારે મતદાન થયું થયું હતું. કુલ 4619 મતદારોમાંથી 2375 મતદારોએ 13 બેઠકો પર મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 51.41 ટકા મતદાન થયું
સહકાર પેનલ અને કિસાન પેનલ પર ખરાખરીની લડાઈ થઈ


એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ રમણ પટેલની સહકાર પેનલ અને મુકેશ પટેલની કિસાન પેનલ વચ્ચે શનિવારના રોજ ચૂંટણી યોજાઈ હતી. કુલ 15 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ/જનજાતિ અનામત પર સહકાર પેનલમાંથી રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમાર અને બિન ઉત્પાદક મંડળીઓની બેઠક પર સહકાર પેનલના અનિલ પટેલ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 13 બેઠકો માટે ત્રણ મતદાન કેન્દ્રો પર આજે મતદાન યોજાયું હતું. કુલ 4619 ઉત્પાદક મતદારો પૈકી 2375 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કયા જૂથના કેટલા મતદાતાએ કેટલું મતદાન કર્યું જુઓ...

જૂથ કુલ મતદાર મતદાન ટકાવારી
મોતા 370 174 47.03
ખરવાસા 327 171 52.29
શામપુરા 450 210 46.67
ઓરણા 363 180 49.59
સેવણી 367 217 59.13
પુણા 472 270 57.20
તુંડી 380 168 44.21
એના 419 183 43.68
નિઝર 419 207 49.40
બારડોલી 575 339 58.96
મોટી ફળોદ 477 256 53.67
કુલ 4619 2375 51.41

ABOUT THE AUTHOR

...view details