સુરતના રહેવાસી રોમા પટેલે ચોકલેટમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી સૈ કોઈને અંચબિત કરી દીધા છે. હોમ બેકર રોમા પટેલે 100 ટકા એડીબલ કલર અને ચોકલેટથી આકર્ષક જમાવતી ગણપતિની પ્રતિમા બનાવી સ્થાપન કર્યું છે.
સુરતમાં ચોકલેટની મીઠાશથી મહેકતી ગણેશ પ્રતિમાનું વિશેષ આકર્ષણ, 10 કિલો ચોકલેટથી બનેલી ગણેશ પ્રતિમાનો વિશેષ અહેવાલ
સુરતઃ આ વર્ષે ગણેશત્સોવમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ભક્તો પોતાની પસંદગી પ્રમાણે દુંદાળા દેવનો અવનવો શણગાર કરી લોકોને આશ્વર્યમાં મૂકી દીધા છે.
magnificent-ganesh
દોઢ ફૂટ ઊંચાઈ ધરાવતી અને 10 કિલોની ચોકલેટથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે. જેને પરિવારના સભ્યો દ્વારા સવાર-સાંજ ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.
આ પ્રતિમાને 10માં દિવસે દુધથી અભિષેક કરી વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ પ્રસાદી રૂપે ગરીબ બાળકોને પીરસી દેવામાં આવશે. આ રીતે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાં બનાવી પર્યાવરણ સુરક્ષાની સાથે લોકોની ધાર્મિક આસ્થા પણ જળવાઈ રહેશે.