- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય
- 17ઓકટોબર 2017થી 14 માર્ચ-2020થી અમલી બનાઈ
- તારીખ 31-7-2021થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો
ગાંધીનગર :મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ધારાસભ્ય સંગીતા પાટીલે CMને લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી
પ્રવર્તમાન મુદત તારીખ 31-7-2021થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો
સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના કેટલાંક વિસ્તારોમાં તારીખ 17ઓક્ટોબર 2017થી અને લિંબાયત તથા રાંદેર પોલીસ મથકના કેટલાક વિસ્તારોમાં તા 14 માર્ચ 2020થી અશાંત ધારાની જોગવાઇઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે. જે હવે ફરી લંબાવાઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ 8 પોલીસ મથક હેઠળના જે વિસ્તારોમાં અત્યારે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. તેની પ્રવર્તમાન મુદત તારીખ 31-7-2021થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખંભાતમાં અશાંત ધારો લાગુ કરાશે