ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં એકસાથે 5 દુકાનોમાં તસ્કર ટોળકીએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ - five shop

સુરત: શહેરમાં આવેલા ઉધના વિસ્તારમાં તસ્કરોએ ફરી એક વખત તરખાટ મચાવ્યો છે. તસ્કર ટોળકી દ્વારા એકસાથે 5 દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. 5 દુકાનોમાં ચોરીની ઘટનાના પગલે ઉધના પોલીસ પણ દોડતી થઇ છે. આ ચોરીની ઘટના બનતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે.

Surat

By

Published : May 18, 2019, 6:25 PM IST

શોપિંગ સેન્ટરના CCTV ફૂટેજના આધારે તસ્કર ટોળકીનું પગેરું મેળવવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે. આ અગાઉ પણ ઉધના વિસ્તારમાં ચોરીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે, જ્યાં ફરી એકસાથે પાંચ દુકાનોના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉભા થયા છે.

સુરતમાં એકસાથે 5 દુકાનોમાં તસ્કર ટોળકીએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ

ઉધના-નવસારી રોડ પર આવેલા મનપાના શોપિંગ સેન્ટરમાં રાત્રિ દરમિયાન તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. મોડી રાત્રે પ્રવેશેલી ટોળકી દ્વારા એકસાથે 5 જેટલી દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. જેમાં કેટલીક દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવી રહ્યું છે. ટોળકી દ્વારા દુકાનોના શટર ઊંચા કરીને પ્રવેશ કર્યા બાદ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ચોરીની ઘટનાની જાણ થતાં વેપારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવની જાણ ઉધના પોલીસને કરી હતી.

આ બનાવની જાણ થતા ઉધના પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કેટલાક ઈસમો CCTV ફુટેજમાં પણ કેદ થયા છે. આ ફુટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં પોલીસે કવાયત હાથ ધરી છે. પાંચ દુકાનોમાંથી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેનો આંક બહાર આવી શક્યો નથી. જે અંગે પોલીસ દ્વારા વેપારીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details