ઉકાઈ ડેમ માંથી 1.86 લાખ ક્યુસેક પાણી છોડતા સુરત ખાતે તાપી નદી બન્ને કાંઠે જોવા મળી રહી છે. તાપી તટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.ત્યારે લીંબાયત ,કાદર શાહની નાલ અને વેડરોડ ખાતે ફ્લડ ગેટ બંધ કરાતા પાણી ભરાયું હતુ .હાલ ઉકાઈ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થી 5.72 લાખ કક્યુસેકની આવક થતા 1.86 લાખ ક્યુસેક પાણી ડેમ માંથી છોડવામાં આવી રહ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણીની અસર હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે જવા પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સાથે જ સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલે ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે અધિકારીઓ સાથે અગત્યની મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં પાલિકા કમિશ્નર એમ.થેંનારસન સહિત શહેર પોલીસ કમિશ્નર સતીશ શર્મા હાજર રહ્યા હતા.તાપી નદીમાં પાણી છોડાતા કાંઠે આવેલ રિવરફ્રન્ટમાં પાણી ઘુસ્યા હતા.