ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઇરાઇઝ બિલ્ડિંગનો પેન્ટહાઉસનો એક ભાગ ધરાશાયી, પરિવારના સભ્યનો આબાદ બચાવ

પોશ વિસ્તાર ગણાતા પારલે પોઇન્ટ ખાતે આવેલા સિદ્ધક્ષેત્ર હાઇરાઇઝ બિલ્ડિંગનો પેન્ટહાઉસ એક ભાગ પડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના આઠમા માળે આવેલા પેન્ટ હાઉસનો એક ભાગ પડતાં જોરદાર ધડાકો થયો હતો. જેથી બિલ્ડિંગમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નાશભાગની સ્થિતિ સર્જાઇ હતી

a
હાઇરાઇઝ બિલ્ડિંગનો પેન્ટહાઉસનો એક ભાગ ધરાસાય, પરિવારના સભ્યનું આબાદ બચાવ

By

Published : Feb 1, 2020, 7:12 AM IST


સુરતઃ પાર્લે પોઇન્ટ ખાતે આવેલા સિદ્ધક્ષેત્ર હાઇરાઇઝ બિલ્ડિંગમાં અચાનક ધડાકાનો અવાજ આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બિલ્ડિંગના આઠમા માળે રહેતા શાહ પરિવારના ફ્લેટના પેન્ટહાઉસ નો એક ભાગ પડી જતા પરિવારના સભ્યોનો જીવ અધ્ધર થઈ ગયો હતો.. સાથે એ વીગમાં રહેતા ફ્લેટના લાઇનના તમામ ફ્લેટ ધારકો તાત્કાલિક બિલ્ડીંગ નીચે દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બિલ્ડિંગની તમામ દુકાનોને બંધ કરી બિલ્ડિંગના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

હાઇરાઇઝ બિલ્ડિંગનો પેન્ટહાઉસનો એક ભાગ ધરાશાયી, પરિવારના સભ્યનો આબાદ બચાવ
બિલ્ડીંગની જ રીતે સ્થિતિને જોઈ અગાઉ પણ આ બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી હતી.તેમ છતાં પાલિકાની નોટિસ નજર અંદાજ કરવાના કારણે આ ઘટના બની હોય એવી શક્યતા સર્જાઇ રહી છે. ઘટનાની જાણ થતા મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બિલ્ડિંગના દુકાનદારોનો આરોપ છે કે,આ અગાઉ પણ બિલ્ડીંગની જર્જરિત હાલત હોવાના કારણે વારંવાર બિલ્ડર અને પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. બિલ્ડિંગના મેન્ટેનન્સની કામગીરી થાય આ માટે અનેક બેઠકો પણ યોજવામાં આવી હતી. પરંતુ બિલ્ડિંગમાં રહેતા ફ્લેટ ધારકો આ અંગે તૈયાર થયા નહોતા. જેથી આજે આ ઘટના બની હતી..સુરતના પોશ વિસ્તાર ગણાતા પારલે પોઇન્ટ સ્થિત આ બિલ્ડીંગ 20 વર્ષ જૂની હતી. જેમાં મેન્ટેનન્સ ની કામગીરી યોગ્ય ન થતા દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details