ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મોં પદવીદાન સમારોહ યોજાયો

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે બુધવારે 51મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના મહાન ક્રિકેટર કપિલદેવ હાજર રહ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને શુકામનાઓ પાઠવી હતી.

surat
surat

By

Published : Feb 26, 2020, 4:07 PM IST

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના મહાન ક્રિકેટર કપિલદેવ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 32,330 ડીગ્રી આપવામાં આવી હતી. સાથે સાથે વિવિધ વિષયમાં રેન્ક મેળવનાર અને વધુમાં વધુ ગુણ મેળવનાર 151 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતાં.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51 પદવીદાન સમારોહ યોજાયો
કપિલ દેવે ડીગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે, "હું યુનિવર્સિટી પાસ કરી શક્યો નહીં અને એક યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર બનાવી દેવામાં આવ્યો. જો રમતમાં મજા નહીં તો છોડી દો, એમ જ જો શિક્ષમાં મજા ન હોય તો છોડી દો. વાલીઓ તો કંઈક પણ કહેશે. પરંતુ તમને જેમાં રસ હોય તે કરો. મારા હીરો નેનસલ મેન્ડેલા છે. જે લોકોને ભૂલ હોવા છતા માફ કરે છે.”

ABOUT THE AUTHOR

...view details