ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં પણ બહાર નિકળનાર ‘બહાનાખોર’ સુરતીઓ

સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં મોટા ભાગના લોકો લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા છે, જેને ઘરમાં બેસવું ગમતું નથી. જેથી અલગ-અલગ બહાના કાઢી રસ્તા ઉપર આવી રહ્યા છે અને જ્યારે પોલીસ તેમને પકડે છે ત્યારે બહાનાબાજી કરે છે.

લોકડાઉનમાં બહાર નિકળનાર બહાનાખોર સુરતીઓ
લોકડાઉનમાં બહાર નિકળનાર બહાનાખોર સુરતીઓ

By

Published : Apr 13, 2020, 4:18 PM IST

સુરતઃ સમગ્ર ગુજરાત સાથે પુરા દેશમાં લોકડાઉનની સ્થિતી છે, ત્યારે ડાયમંડસિટી સુરતના સુરતી લાલાઓ ઘરમાં ટકી નથી રહ્યા. સુરતીઓના ખાના જાણવા માટે સુરત શહેર પોલીસના ટ્રાફિક વિભાગના ડીસીપી પ્રશાંત સુમ્બેનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. સુમ્બેએ પોતાની ટીમ પાસેથી બહાનાની યાદી જ્યારે માંગી તો ચોંકાવનારા બહાના સામે આવ્યા હતાં. કેટલાક તો કોમન બહાના હતાં, તો કેટલાક પોલીસને મૂંઝવણમાં મુકનારા હતાં, તો કેટલાક પર હસવુ આવે તેવા પણ છે.

આ ઉપરાંત પેટ્રોલ ભરાવા જવુ છે, અસ્થમા હોવાથી ફરજિયાત ચાલવું જ પડે છે એટલે વૉકિંગ કરવા નીકળ્યા છીએ, ઘણા આવશ્યક સેવા પાસ ધારકો પોતાના 2/4 વ્હીલ વાહનો ઉપર પાસ વગરના વધારાના માણસોને લઈ ને સેવા કરવાના કામે નીકળે છે અને તેઓને રોકીએ તો પોલિટિકલ કે અન્ય ભલામણ કરાવે છે.

બહાના પણ એવા હોય છે કે, એક તબક્કે પોલીસ પણ વિચારમાં પડી જાય છે. એકથી એક ચડિયાતા બહાના સુરતીઓ કહી રહ્યા છે એટલે કહી શકાય કે બહાનાખોર સુરતીઓ.

ABOUT THE AUTHOR

...view details