ગુજરાત

gujarat

ETV Bharat / state

ESIC બિલ્ડીંગ પાડવાની કામગીરીથી ઉડતી ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન

સુરત: શહેરમાં ન્યૂ સિવિલ હોસ્પિટલ પાસે આવેલી  ESIC બિલ્ડીંગને પાડવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો વેઠવી પડે છે.

ESIC બિલ્ડીંગ પાડવાની કામગીરીથી ઉડતી ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન

By

Published : Jul 21, 2019, 4:28 AM IST

ESIC બિલ્ડીંગને પાડવાની કામગીરીને કારણે ઉભું થયેલું ધૂળભર્યુ વાતાવરણ મજૂર ગેટ ચાર રસ્તાના વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બન્યું છે. વાહનચાલકોને ધૂળના કારણે વાહન ચલાવવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. તો અકસ્માત સર્જાવવાની ભીતિ રહે છે. તેમજ રસ્તો ચોખ્ખો દેખાતો ન હોવાથી ટકરાટ થતાં રાહદારીઓ અને વાહનચાલકો વચ્ચે અવારનવાર કજિયા થતાં રહે છે. આ ઉપરાંત ટ્રાફિકની પણ ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે.

ESIC બિલ્ડીંગ પાડવાની કામગીરીથી ઉડતી ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન

આમ, છેલ્લાં કેટલાંય દિવસથી ચાલતી આ બિલ્ડીંગની કામગીરીને કારણે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. માટે સ્થાનિકોએ આ મુદ્દે નિવારણ લાવવાં સ્થાનિક તંત્ર જૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details