ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કહેર વચ્ચે કાપડ માર્કેટમાં મંદી, 70 ટકા વેપારીઓ માર્કેટ બંધ રાખવાના પક્ષમાં - transmission

કોરોના વાઇરસને કારણે દેશ અને દુનિયાના ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે. જેમાંથી સુરત કપડા ઉદ્યોગ પણ બાકાત રહી શક્યો નથી. લોકડાઉ દરમિયાન સુરત કપડા ઉદ્યોગને માત્ર લગ્નસરા તથા ઓનમના પર્વને લઇ 1 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. હવે અનલોકમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે. તેમ છતા અનલોક-1 અને 2માં રૂપિયા 5 હજાર કરોડનું નુકસાન થયું છે. જો કે, સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને 70 ટકા કાપડ માર્કેટના વેપારીઓ કાપડ માર્કેટ બંધ રાખવાના પક્ષ છે.

કાપડ માર્કેટમાં મંદી
કાપડ માર્કેટમાં મંદી

By

Published : Jul 10, 2020, 6:10 PM IST

સુરતઃ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા કોરોના વાઇરસની મહામારીને કારણે દેશમાં બે મહિનાનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરત કપડા ઉદ્યોગને માત્ર લગ્નસરા તથા ઓનમના પર્વ દરમિયાન 1000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જે બાદ અનલોક-1 અને 2 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન સાથે કાપડ ઉદ્યોગ ફરી શરૂ મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ દરમિયાન પણ અનલોક-1 અને 2માં 5000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા 70 ટકા કાપડ માર્કેટના વેપારીઓ નથી ઈચ્છતા કે કાપડ માર્કેટ ચાલુ રહે.

કોરોના કહેર વચ્ચે કાપડ માર્કેટમાં મંદી

સુરત કોરોના અપડેટ

  • સક્રિય કેસ- 2448
  • કોરોના પરિક્ષણ- 55921
  • સ્વસ્થ થયેલા દર્દી- 4388
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 15147
  • કુલ મૃત્યુ- 202

સુરત કાપડ ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે, પરંતું હાલ આ ઉદ્યોગને પણ કોઈની નજર લાગે હોય તેવું લાગી રહ્યું છે. હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 2 મહિના લોકડાઉન જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન કાપડ ઉદ્યોગની ઓનમ અને લગ્નસરા જેવી સિઝન પૂર્ણ થઈ ગઇ હતી. લોકડાઉન અને અનલોક-1 અને 2 દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગને આશરે 15000 કરોડનું નુકસાન થયું છે.

કાપડના વેપારીઓને રૂપિયા 10 હજાર કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. લોકડાઉન બાદ ફરી ઉદ્યોગો શરૂ થતા આર્થિક રીતે મજબૂત બને તે માટે કેટલીક છૂટછાટો આપીને અનલોક-1 અને 2 અમલમાં મૂકયું હતું. વેપારીઓને ક્યાંકને ક્યાંક આશા હતી કે, રક્ષાબંધન લગ્ન સિઝન તેમજ અન્ય પર્વમાં ખરીદી થવાની સાથે માર્કેટ ફરી ધમધમતું થશે. જો કે, તેમની આશા પર પણ પાણી ફરી વળ્યું હતું.

અનલોક-1 અમલમાં આવતાની સાથે જ બહારથી આવતા વેપારીઓએ ફરજિયાત 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ કોપડ ઉદ્યોગમાં પણ કેટલાક કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા એક વેપારીનો કોરોનાએ ભોગ લીધો છે. માર્કેટમાં ખરીદી નથી અને કોરોનાનો કહેર યથાવત છે. જે કારણે આશરે 70 ટકા વેપારીઓ માર્કેટ બંધ રાખવાના પક્ષમાં છે.

ABOUT THE AUTHOR

...view details