સુરત: હીરા ઉઘોગને લઈને આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જાહેરાત કરી છે કે, 14 જુલાઈથી હીરા ઉઘોગ શરુ થશે. જેમાં 10 જુલાઈથી હીરા બજાર શરુ થશે અને 14 જુલાઈથી હીરાના કારખાના શરુ થશે. હીરા ઉઘોગ માટે ખાસ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. આ ગાઈડ લાઈનને અનુસરીને જ હીરા ઉઘોગ શરુ કરવામાં આવશે.
સુરતઃ 10 જુલાઈથી હીરા બજાર અને 14 જુલાઈથી હીરાના કારખાના શરુ થશે
કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. મોટા ભાગના ઉદ્યોગો બંધ હાલતમાં છે, ત્યારે સુરતમાં અનલોક-1 બાદ હીરા ઉદ્યોગને ફરીથી શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું કે, સુરતમાં યોગ્ય ગાઇડ લાઇન બહાર પાડીને ઉદ્યોગને શરુ કરવામાં આવશે. જેનું બધાએ સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
સુરતમાં અનલોક-1 બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને હીરા ઉદ્યોગમાં કામ કરતા 1000થી વધુ રત્નકલાકારો સંક્રમણમાં આવ્યા હતાં. જેને લઈને 7 દિવસ માટે હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો હતો. શનિવારે હીરા ઉદ્યોગકારો સાથે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ બેઠક કરી હતી અને હીરા ઉઘોગ માટે ખાસ ગાઈડ લાઈન જાહેર કરી ઉદ્યોગ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં 14 જુલાઈથી હીરા ઉદ્યોગ શરુ થશે તેમ જણાવવામાં આવ્યું છે. જેમાં 10 જુલાઈથી હીરા બજાર શરુ થશે અને 14 જુલાઈથી હીરાના કારખાના શરુ થશે. હીરા ઉદ્યોગ માટે ખાસ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડ લાઈનને અનુસરીને જ હીરા ઉદ્યોગ શરુ કરવામાં આવશે.