ગુજરાત

gujarat

સ્ટાર્ટ અપ યોજનાથી દેશને સૌથી સસ્તુ ટેબલેટ મળશે, સુરતની કંપની આપશે 1000 રૂપિયામાં ટેબ્લેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ અપ યોજનાનો લાભ દેશભરના લોકો લઈ રહ્યા છે. ત્યારે આજ યોજનાના કારણે હવે દેશને સૌથી સસ્તુ ટેબલેટ મળી રહેશે. આમ તો બજારમાં ટેબલેટની કિંમત 15,000 થી લઇ એક લાખ સુધી છે. પરંતુ સુરતની એક સ્ટાર્ટ અપ કંપનીએ વિદ્યાર્થીઓને ટેબલેટ અભ્યાસ માટે મળી રહે આ માટે માત્ર એક હજાર રૂપિયામાં ટેબલેટ તૈયાર કર્યું છે. સુરતના બે એન્જીનિયર મિત્રો દ્વારા મધ્યમવર્ગના પરિવારને પણ પરવડે આ માટે સુરતમાં દેશનું સૌથી સસ્તું ટેબ્લેટ બનાવ્યું છે.

By

Published : Nov 8, 2020, 9:27 AM IST

Published : Nov 8, 2020, 9:27 AM IST

start-up scheme
સ્ટાર્ટ અપ યોજના

સુરત : કોરોનાકાળમાં લોકોને જાણવા મળ્યું છે કે, ટેકનોલોજી અને ખાસ કરીને ભણતર માટે સ્માર્ટ ઉપકરણ કેટલા જરૂરી છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવાર માટે ઓનલાઈન એજ્યુકેશન મેળવવા માટે ગેજેટની અછત સર્જાઇ છે. એક જ પરિવારમાં બે અથવા ત્રણ બાળકો હોય અને પરિવારમાં મોબાઈલની સંખ્યા અથવા તો લેપટોપ એક જ હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી સર્જાઇ છે. આજ કારણ છે કે, સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીએ એક એવું ટેબલેટ તૈયાર કર્યું છે, જેની કિંમત માત્ર એક હજાર રૂપિયા છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓને પણ પરવડી શકે આ હેતુસર કંપની દ્વારા ટેબલેટ બનાવવામાં આવ્યું છે.

આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે અને મોંઘા સ્માર્ટફોન કે, અન્ય ઉપકરણો વાલીઓ ખરીદી શકતા નથી. ત્યારે સુરતની યશવર્લ્ડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના બે એન્જીનિયર મિત્રો સાવન ખેની (બીઇ સિવિલ) અને અશ્વિન વાઘાણી (એમઇ સિવિલ) દ્વારા એજ્યુટેબ નામનું લેપટોપ બનાવાયું છે. નવું પ્રોડક્ટને એજ્યુટેબ છે. તે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સંપૂર્ણ રીતે એન્ડ્રોઈડ સંચાલિત ટેબ્લેટ છે.

સ્ટાર્ટ અપ યોજનાથી દેશને સૌથી સસ્તુ ટેબલેટ મળશે
એજ્યુટેબ કેમ શરૂ કર્યુંડિજિટલ ભારતના નવા યુગમાં, શિક્ષણ ઝડપથી ઓનલાઇન શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આપણી મોટી સંખ્યામાં વસ્તી ઓનલાઇન શિક્ષણને આગળ વધારવા માટે મોંઘા ઉપકરણો ખરીદવા માટે સક્ષમ નથી. આ સિનેરીયોને ધ્યાનમાં રાખીને અને “શિક્ષિત ભારત” ના સ્વપ્નને આગળ ધપાવીને અમે આ પ્રોડક્ટને રૂ. ફક્ત 1000માં લોન્ચ કરી છે. જેથી દરેક ભારતીયો પહોંચી શકે.એજ્યુટેબ Vs સ્પર્ધાસૌથી મોટી યુએસપી (યુનિક સેલિંગ પોઇન્ટ) એ ભાવ છે. જેના પર કંપની તેને ઓફર કરી રહ્યા છીએ. કંપની જેવા અથવા ઓછી સુવિધાઓ ધરાવતા ઉત્પાદનો અમારા ટેબલેટની કિંમતમાં ઓછામાં ઓછા 4 ગણા વેચાય છે.વેચાણ પછીનું શુંઅમે ઈચ્છીએ છીએ કે, અમારા એજ્યુટેબ વપરાશકર્તાઓ સંપૂર્ણ સંતુષ્ટ થાય. તે કારણોસર અમે અમારા ટેબ્લેટમાં શ્રેષ્ઠ પેરિફેરલ્સ પ્રદાન કર્યા છે. અમે ઉત્પાદન પર 1 વર્ષની વોરંટી પ્રદાન કરીએ છીએ. કોઈ સમસ્યા હોય તો એજ્યુટેબ વપરાશકર્તાઓ ભારતભરમાં ફેલાયેલા 500+ સેવા કેન્દ્રોમાંથી કોઈપણની મુલાકાત લઈ શકે છે.બજારમાંથી પ્રતિસાદઅવિશ્વસનીય કિંમત અને આશ્ચર્યજનક સુવિધાઓના અનન્ય સંયોજનને કારણે અમને બજારમાંથી અવિશ્વસનીય પ્રતિસાદ મળી રહ્યો છે. બજારમાં આપણી અગાઉની પ્રતિષ્ઠાને કારણે અમને આક્રમક માર્કેટિંગ વિના આખા ભારતમાંથી 20000+ ઓર્ડર મળ્યાં છે. અમે 5000 એજ્યુટેબ પહોંચાડીને ડિલિવરી પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details