- તાપી નદીમાં પુરથી સુરતને બચાવવા બેરેજની ડિઝાઇન તૈયાર કરાઇ
- 10 લાખ ક્યુસેક ફલડની કેપેસીટીમાં સુરત શહેર સલામત રહેશે
- બેરેજની ડિઝાઇન ફેરફાર કરીને 13 લાખ ક્યુસેક પ્રતિ સેકન્ડ કરાશે
સુરતઃ તાપી નદીમાં પુર આવે તો શહેરને નુકશાન ન પહોચે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં રૂંઢ અને ભાઠા વચ્ચે કન્વેશનલ બેરેજ બનાવવામાં આવશે. પહેલા 10 લાખ ક્યુસેક ફલડની કેપેસીટીમાં સુરત શહેર સલામત રહે તેને ધ્યાનમાં રાખીને બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. હવે ડિઝાઇન ફેરફાર કરીને 13 લાખ ક્યુસેક પ્રતિ સેકન્ડ કરાશે.
સુરત શહેર સલામત રહે તેને ધ્યાનમાં રાખીને બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી પૂરની સ્થિતિ શહેરને રક્ષણ મળશે
સુરત શહેર માટે મહત્વાકાંક્ષી ગણાતા તાપી નદી ઉપરના રૂંઢ અને ભાઠા વચ્ચે સાકાર થનાર કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવનાર છે. જેથી સમગ્ર પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા રિવાઇઝડ કરવામાં આવશે. પહેલા 10 લાખ ક્યુસેક ફલડની કેપેસીટીમાં સુરત શહેર સલામત રહે તેને ધ્યાનમાં રાખીને બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. હવે ડિઝાઇન ફેરફાર કરીને 13 લાખ ક્યુસેક પ્રતિ સેકન્ડ કરાશે. જેથી 13 લાખ ક્યુસેક પાણી ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવે તો પૂરની સ્થિતિ શહેરને રક્ષણ મળશે. પાછલા 100 વર્ષના વરસાદના આંકડા અને 25 વર્ષના ફલડને ધ્યાનમાં રાખીને બેરેજની ફલડ કેપેસીટી વધારવામાં આવી છે. જેના કારણે બેરેજમાં ડિસ્ચાર્જ માટેના ગેટની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે.
2041 સુધી શુદ્ધ પાણી મળશે
સિંગણપોર ઉપરાંત બેરાજમાં કોઝવેનું પ્લાનિંગ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી 2041 સુધી શુદ્ધ પાણી મળી રહે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ પાણી તાપી નદીમાં જાય એવું આયોજન કરાયું છે.