ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવિડ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફને રાખડીઓ આપવામાં આવી

રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગ્લોબલ ફેશન ડિઝાઈનર ટીમ દ્વારા જરૂરિયાત મંદ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ ખરીદી કોરોના વોરિયર્સને આપવામાં આવી હતી. આ ટીમ દ્વારા આજે ગુરુવારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફને રાખડીઓ આપવામાં આવી હતી અને કોરોના સામેની લડતને લઈ તેમના સેવા કાર્યને બિરદાવવામાં આવ્યા હતાં.

કોવિડ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફને રાખડીઓ આપવામાં આવી
કોવિડ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફને રાખડીઓ આપવામાં આવી

By

Published : Jul 30, 2020, 4:59 PM IST

સુરત: ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પહેલા સુરતમાં આ પર્વ અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. મજુરાગેટ ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને કોરોનાકાળમાં નિષ્ઠાપૂર્વક જવાબદારી બજાવવા બદલ ગ્લોબલ ફેશન ડિઝાઈનર ટીમ દ્વારા અનોખી રાખડી આપવામાં આવી હતી. કોરોના સામે રક્ષણ કરનાર અને ફ્રન્ટ લાઈન વોરિયર ગણાતા નર્સિંગ સ્ટાફ માટે આ ખાસ રાખડી તે તમામ બહેનો પાસેથી ખરીદવામાં આવી હતી કે, જેઓ લોકડાઉન દરમિયાન આર્થિક રીતે કમજોર થઈ ગયા હતાં. મહિલા ડિઝાઇનરો દ્વારા આ રાખડી તમામ નર્સિંગ સ્ટાફને રાખડી આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તમામ કોરોના વોરિયર્સને આ રાખડીઓ ટીમ દ્વારા આપવામાં આવશે. સફાઈ કર્મચારી, પોલીસ, ડૉક્ટર અને અન્ય સેવા આપી રહેલા કોરોના વોરિયર્સ માટે આ ખાસ રાખડીઓનો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો.

કોવિડ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફને રાખડીઓ આપવામાં આવી
સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો 416થી વધુ નર્સિંગ સ્ટાફ કરોનાકાળથી જ કાર્યરત છે. જેમાંથી 80 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના ગ્રસ્ત થઈ ચૂક્યા છે અને 70 ટકા તેમાંથી સાજા થઇ ફરીથી ફરજ પર હાજર થઈ કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details