ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર ખાતે 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર.બી.બારડની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાં કલેકટર આર.બી.બારડે આ પ્રસંગે નાગરિકોને અચૂક મતદાન કરવા જણાવ્યું હતુ.

National Voters Day
National Voters Day

By

Published : Jan 25, 2021, 11:05 PM IST

  • કલેકટર કચેરીમાં 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
  • 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ
  • ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્ચ કરવામાં આવી

મહીસાગર: જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર.બી.બારડની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાં કલેકટર આર.બી.બારડે ભારત જેવા દુનિયાના સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં લોકતંત્રની જીત ત્યારે જ થાય, જ્યારે સૌ મતદારો તેમની ફરજ ઉત્સાહ ભેર નિભાવે, ભારતનુ લોકતંત્ર દરેક મતદારને પોતાની પસંદગીના પ્રતિનિધિ ચૂંટવાની સમાન તક આપે છે. આ આપણને સમાન રીતે મળેલો મહત્વપૂર્ણ અધિકાર છે. 25 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના ચૂંટણીપંચની સ્થાપના થઇ હતી અને તેની યાદગીરી રૂપે વર્ષ 2011થી 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

નાગરિકો લોભ, લાલચ અને ભય વિના તટસ્થ રીતે અચૂક મતદાન કરે

મહીસાગર જિલ્લા કલેકટરે દેશની લોકશાહીના પાયા મજબુત થાય તે માટે તમામ લાયક વ્યક્તિઓ પોતાના નામ મતદારયાદીમાં નામ નોંધાવે તે ખાસ જરૂરી છે અને સાથે સાથે ચૂંટણી વખતે તમામ નાગરિકો પોતાની નૈતિક ફરજ સમજી લોભ, લાલચ અને ભય વિના તટસ્થ રીતે અચૂક મતદાન કરે તે માટે જનજાગૃતિ લાવવા આવાહન કર્યુ હતુ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીની શુભેચ્છાઓ પાઠવતા તમામ નાગરિકોને દેશ પ્રત્યે પોતાની નૈતિક ફરજ સમજી લોકશાહીના જતન માટે અમુલ્ય યોગદાન આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મહીસાગર

મોબાઇલમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાશે

કલેક્ટર બારડે ડીજીટલ યુગમાં યુવાઅને પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલ ઇ-વોટર અને ઇ-એપિક એપનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું જણાવી યુવાનો દેશનું ભાવિ હોઇ તેઓને જાગૃત બની વધુને વધુ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરકરૂપ બનવા કહ્યું હતું. 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં nvsp.in, voterportal.eci.gov.in તથા VOTER HELPLINE એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં છેલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસ.એસ.આર. 20 દરમ્યાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમને ફોર્મ નં.6 સાથે પોતાના મોબાઇલ નંબર રજીસ્ટર કરાવેલ હશે, તેવા મતદારો પોતાના મોબાઇલ કે ડેસ્કટોપ ઉપર NVSP પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ ડીજીટલ વોટરકાર્ડ અને ઇ-એપિકનું ડાઉનલોડ કેવી રીતે કરવું અને તેના લાભ દર્શાવતી એક વીડિયો ક્લિપ દર્શાવી તેનું પ્રેઝન્ટેશન રજૂ કરી જાણકારી આપી હતી.

મહીસાગર

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા

ભારતના લોકશાહી તંત્રમાં મહાપર્વ સમાન લોકતાંત્રિક રીતે યોજાતી ચૂંટણીઓમાં ભારતનો દરેક નાગરિક બંધારણીય રીતે પોતાને પ્રાપ્ત થયેલ મતદાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોવું જરૂરી છે. આ માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસ.એસ.આર. 20 મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જિલ્લાના જે અધિકારી-કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી તેવા અધિકારી-કર્મચારીઓનું જિલ્લા કલેકટર આર.બી.બારડના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

લોકો જાગૃત બની કોઈ પણ ભય વગર નિષ્પક્ષ રીતે મતદાન કરે : કલેકટર

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સહિત જિલ્લા-તાલુકાના અધિકારી-કર્મચારીઓએ દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવાના તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં મતદાન જનજાગૃતિનો સંદેશો આપતી રંગોળી દોરવામાં આવી હતી. જેને નાગરિકોએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી મોડિયા, પી.એન.પંડયા કોલેજના આચાર્ય સહિત યુવા મતદારો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details