તક્ષશિલા અગ્નિ કાંડ બાદ ફાયર વિભાગ સક્રિય બન્યું છે, અને ઠેર ઠેર ફાયર સુવિધાના આભાવે તમામ માર્કેટ કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે.
સુરતમાં ફાયરની અપૂરતી સુવિધાના પગલે ટેકસટાઇલ માર્કેટ અને કોમ્પ્લેક્સ સીલ
સુરત: શહેરના માર્કેટ વિસ્તારમાં ફરી એક વખત ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. ફાયરની અપૂરતી સુવિધાના પગલે કતારગામ વેડ રોડ અને રોયલ કેદાર સહિત રિંગ રોડની સુપ્રીમ ટેકસ્ટાઈલ્સ માર્કેટને ફાયર વિભાગે સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
etv bharat surat
લાલ દરવાજા ખાતે પુરોહિત રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવ્યું છે. રોયલ કેડદારમાં કુલ 114 જેટલી દુકાનો અને ઓફીસને સીલ મારવામાં આવ્યું છે.
જ્યારે સુપ્રીમ ટેકસ્ટાઈલ્સ માર્કેટની 70 દુકાનોને પણ સીલ કરવામાં આવી છે. આ અગાઉ પણ નોટિસ ફટકારવા છતાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સંચાલકો દ્વારા ઉદાસીન વલણ રહ્યુ હતું. જેના પગલે તંત્રએ આ કાર્યવાહી હાથ ધરવી પડી છે.