ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સરકારની ગાઈડ લાઇન સાથે મંદિર ખોલવામાં આવ્યા

આખરે આજથી સમગ્ર રાજ્યમાં ભગવાનના મંદિરો ખોલવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડ લાઇન સાથે શરૂ કરવામાં આવેલ મંદિરોમાં સેનેટાઈઝર તેમજ થર્મલ સ્ક્રિનિંગ, માસ્ક ઉપરાંત સોશિયલ ડિસ્ટનસિંગનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Surat
સુરત

By

Published : Jun 8, 2020, 12:28 PM IST

સુરત: આખરે આજથી સમગ્ર રાજ્યમાં ભગવાનના મંદિરો ખોલવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડ લાઇન સાથે શરૂ કરવામાં આવેલ મંદિરોમાં સેનેટાઈઝર તેમજ થર્મલ સ્ક્રિનિંગ, માસ્ક ઉપરાંત સોશિયલ ડિસ્ટનસિંગનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સુરતમાં સરકારની ગાઈડ લાઇન સાથે મંદિર ખોલવામાં આવ્યા

શહેરમાં માત્ર મર્યાદિત સંખ્યા સાથે જ મંદિરમાં ભક્તોના પ્રવેશ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં દિવસ દરમ્યાન બે વખત ફોગર મશીનથી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. આજથી મંદિરો શરૂ થતા ભક્તોમાં પણ આનંદ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે.

સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલ 51 વર્ષ જૂનું અંબિકા નિકેતન મંદિરમાં માં જગદંબા બિરાજમાન છે. જે મંદિર જોડે ભક્તોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે.

ABOUT THE AUTHOR

...view details