ગુજરાત

gujarat

ETV Bharat / state

તક્ષશિલા અગ્નિકાંડ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી

તક્ષશિલા અગ્નિકાંડને રવિવારે 20 મહિના થયા છે. ત્યારે ભોગ બનેલા 22 બાળકોના વાલીઓએ તક્ષશિલા બિલ્ડિંગ પર ભેગા થઈ શ્રદ્ધાંજલિ આપી બચી ગયેલા આરોપીઓ વિરુદ્ધ પણ તાત્કાલિક ફોજદારી પગલા લેવા માંગ કરી હતી. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી

By

Published : Jan 25, 2021, 1:36 PM IST

  • તક્ષશિલા અગ્નિકાંડને રવિવારે 20 મહિના થયા
  • વાલીઓએ તક્ષશિલા બિલ્ડિંગ પર ભેગા થઈ શ્રદ્ધાંજલિ આપી
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી

સુરત : તક્ષશિલા અગ્નિકાંડને રવિવારે 20 મહિના થયા છે. ત્યારે ભોગ બનેલા 22 બાળકોના વાલીઓએ તક્ષશિલા બિલ્ડિંગ પર ભેગા થઈ શ્રદ્ધાંજલિ આપી બચી ગયેલા આરોપીઓ વિરુદ્ધ પણ તાત્કાલિક ફોજદારી પગલા લેવા માંગ કરી હતી. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી હતી.

તક્ષશિલા અગ્નિકાંડ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી
મોટા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

તક્ષશીલા અગ્નિકાંડને રવિવારે 20 મહિના પૂર્ણ થઇ ગયા છે. આ ઘટનામાં ન્યાય માટે વાલીઓ હજુ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. આ મામલે વાલીઓએ અનેક વખત આવેદનપત્ર આપ્યા છે. વાલીઓનો આક્ષેપ છે કે, આ ઘટનામાં માત્ર નાના અધિકારીઓની જ ધરપકડ કરવામાં આવી હતી. જયારે મોટા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ નાના અધિકારીઓ છુટીને પરત ફરજ પર હાજર થઇ ગયા છે. આ ઉપરાંત સરકારની સંવેદના આરોપીઓ સાથે છે કે, પીડિત પરિવારો સાથે તે સમજાતું નથી. વધુમાં વાલીઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે. ત્યારે ઉમેદવારો મતની ભીખ માંગવા આવશે. ત્યારે તેમને પુછી શું કે, તક્ષશિલા કાંડમાં તમે શું મદદ કરી હતી. શક્ય હોય તો ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

20 મહિના અગાઉ આગ લાગતા 22 બાળકોના મોત નીપજ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષિલા કોમ્પ્લેક્સ આવેલું છે. આ બિલ્ડીંગમાં તા. 24 મે 2020 ના રોજ અચાનક આગ લાગી હતી. આ આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, પલભરમાં આખી બિલ્ડીંગને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ બિલ્ડીંગમાં ત્રીજા માળે ટ્યુશન કલાસીસ આવેલું હતું અને ત્યાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ આગ લાગવાની જાણ થતા જ બાળકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ દોડવા લાગ્યા હતા. કોમ્પેલેક્સની બહાર લોકોનું ટોળું અને ફાયરની ગાડીઓનો ખડકલો થઇ ગયો હતો. બાળકો પોતાના જીવ બચાવવા ત્રીજા માળેથી કુદવા લાગ્યા હતા. તો કેટલાક બાળકો જીવતા જ આગમાં હોમાઈ ગયા હતા. આ દુર્ભાગ્ય પૂર્ણ ઘટનામાં 22 માસુમ બાળકોના મોત નીપજ્યા હતા. આ સુરતના 22 હસતાં ચહેરા આખા ગુજરાતને રડાવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details