ત્યારે સુરત સહિત જિલ્લામાં અવિરતપણે વર્ષી રહેલા વરસાદના કારણે ઉકાઇ ડેમ અને સુરતના કોઝવેમાં પાણીની આવક જોવા મળી રહી હતી.સુરતના કોઝવેની સપાટી ભયજનક કરતા ઉપર જતા પાણીનો ધસમસતો પ્રવાહ વોક-વે માર્ગ પરથી તાપી નદીમાં જતો જોવા મળી રહ્યો હતો.જ્યારે વાહન વ્યવહાર માટે આ કોઝવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.
કોઝવેની સપાટી ભયજનક થતાં પાણીનો ધસમસતો પ્રવાહ વોક-વે માર્ગ પર - Gujarati news
સુરત: આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હાલ દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ યથાવત છે.
કોઝવેની સપાટી ભયજનક થતા પાણીનો ધસમસતો પ્રવાહ વોક- વે માર્ગ પર
આ સાથે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી પણ વધી છે.ઉકાઈ ડેમની હાલની સપાટી 284.55 ફૂટ પોહચી ચુકી છે.વરસાદના કારણે ડેમમાં આજ રોજ 61613 ક્યુસેક પાણીની આવક થઈ છે ,જ્યારે 600 ક્યુસેક આઉટફ્લો છે.આ સાથે કાકરાપાર ડેમની સપાટી હાલ 160.40 ફૂટ છે જ્યારે 2200 ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યુ છે.આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઇ ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.