ગુજરાત

gujarat

By

Published : Aug 13, 2019, 12:57 AM IST

Updated : Aug 13, 2019, 5:19 AM IST

ETV Bharat / state

કાશ્મીર માંથી આર્ટિકલ 370 નાબૂદ થતા સુરતની બે બહેનોએ તૈયાર કર્યું ગીત

સુરત: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ થતા દેશભરમાં લોકોમાં ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત ખાતે MBBSની વિદ્યાર્થીની અને ધોરણ 2ની છાત્રાએ મળીને આ નિર્ણયને આવકારવા માટે એક ખાસ ગીત તૈયાર કર્યું છે. આ વીડિયો સોંગને તેઓ 15મી ઓગષ્ટ એટલે સ્વતંત્રતા દિવસના રોજ યુટ્યુબ પર મુકશે.

સ્પોટ ફોટો

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35A નાબુદ થતા દેશભરમાં લોકો પોત પોતાની રીતે આ નિર્ણયને આવકારી રહ્યા છે. ત્યારે સુરત ખાતે બે પિતરાઇ બહેનોએ એક ખાસ ઓડિયો વીડિયો સોંગ તૈયાર કર્યું છે. જેમાં ગીત લખનાર ગાનાર અને કમ્પોઝ કરનાર આ બંને બહેનો છે. કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35A નાબૂદ થતા તેની ખુશી આ ગીત દ્વારા બન્ને બહેનોએ શબ્દોના માધ્યમથી વ્યક્ત કરી છે. આ બંને પિતરાઇ બહેનોમા સંસ્કૃતિ પટેલ MBBSની વિદ્યાર્થીની છે. જ્યારે આઠ વર્ષીય પ્રાર્થના પટેલ ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે.

બંને પિતરાઇ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ગીત 15મી ઓગષ્ટના રોજ યુટ્યુબ પર મૂકવામાં આવશે. બંને બહેનોએ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35A નાબૂદ કરવા બદલ સરકાર અને સેનાનો આભાર વ્યક્ત કર્યો છે.

કાશ્મીર માંથી આર્ટિકલ 370 નાબૂદ થતા સુરતની બે બહેનોએ તૈયાર કર્યું ગીત
બન્ને બહનોએ જે ગીત લખ્યું છે. તેના શબ્દો છે કે ''પાકિસ્તાન કી હિંમત તૂટી , ભારત કી એકતા જુડી.'' વધુ જોવા માટે નીચે આપેલી લીંક પર CLICK કરો.
Last Updated : Aug 13, 2019, 5:19 AM IST

ABOUT THE AUTHOR

...view details