ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગો, લઘુઉદ્યોગોએ પોષણક્ષમ દરે સ્વદેશી સસ્તા મશીન્સ બનાવ્યા : સ્મૃતિ ઈરાની

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આયોજિત 'સીટેક્ષ-2021'માં સંબોધન કરતાં કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ પ્રધાને જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઈલ મંત્રાલયે ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા બખૂબી નિભાવી રહી છે. તમામ વ્યાપારીઓ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સતત સંવાદ કરીને સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અદા કરી રહી છે.

સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની

By

Published : Jan 9, 2021, 4:17 PM IST

  • ઉદ્યોગો વિષમ પરિસ્થિતિમાં પણ રાખમાંથી બેઠા થઈને વિકાસના માર્ગે આગળ વધી રહ્યાં છે : સ્મૃતિ ઇરાની
  • સમગ્ર વિશ્વમાં આપણો દેશ માસ્ક અને PPE કીટ બનાવતો બીજો સૌથી મોટો દેશ ભારત છે
  • ટેક્ષ્ટાઈલ મંત્રાલયે ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા બખૂબી નિભાવી છે

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આયોજિત 'સીટેક્ષ-2021'માં સંબોધન કરતાં કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઈલ મંત્રાલયે ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા બખૂબી નિભાવી રહી છે. તમામ વ્યાપારીઓ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ સાથે સતત સંવાદ કરીને સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અદા કરી રહી છે.

સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગો, લઘુઉદ્યોગોએ નજીવા અને પોષણક્ષમ દરે સ્વદેશી સસ્તા મશીનો બનાવ્યા : સ્મૃતિ ઈરાની

સ્વદેશી સસ્તા મશીન્સ બનાવ્યા

ઈરાનીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને સાકાર કરવા માટે તમામ ક્ષેત્રો સહિત ટેક્ષ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝ કોરોના કટોકટીના માહોલમાં પણ આગળ વધવાનું સામર્થ્ય ધરાવે છે, એ સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગોએ સાબિત કર્યું છે. રાજ્યના ઉદ્યોગો વિષમ પરિસ્થિતિમાં પણ રાખમાંથી બેઠા થઈને વિકાસના માર્ગે આગળ વધી રહ્યાં છે, એ સુરતે આજે દર્શાવ્યું છે. લોકડાઉન અને કોરોના કાળમાં મશીનરી માટે વિદેશ પર નિર્ભર રહેવાને બદલે સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગો, લઘુઉદ્યોગોએ નજીવા અને પોષણક્ષમ દરે સ્વદેશી કિફાયતી મશીનો બનાવ્યાં છે, જે બદલ તેમને સુરતને અભિનંદન આપ્યાં હતાં.

PPE કીટ બનાવતો બીજો સૌથી મોટો દેશ બની ગયો

તેમણે ગર્વ સાથે કહ્યું કે, ભારતમાં કોરોના મહામારી જેવા કઠિન સમયે માર્ચ મહિનામાં માસ્ક અને PPE કીટનું ઉત્પાદન કરતી એક પણ કંપની ન હતી, પરંતુ આજે 1,100 કંપની કાર્યરત થઇ છે. આ સાથે જ કોરોના મહામારીના શરૂઆતી ગાળામાં N-95 માસ્ક બનાવતી માત્ર 2 કંપની હતી, પરંતુ આજે તે આંકડો વધીને 250 થઇ ગયો છે. આટલું જ નહીં સમગ્ર વિશ્વમાં આપણો દેશ માસ્ક અને PPE કીટ બનાવતો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે, એમ જણાવી તેમને 'આત્મનિર્ભર ભારત'નું ઉત્તમ ઉદાહરણ આ પ્રકારના સાહસિક ઉદ્યોગકારોએ પૂરૂ પાડ્યું છે.

પ્રદર્શનમાં અહીં 110 સ્ટોલ

નોંધનીય છે કે, કોવિડ-19 ગાઈડલાઈન્સ સાથે આયોજિત આ પ્રદર્શનમાં અહીં 110 સ્ટોલોમાં ટેક્ષ્ટાઈલ મશીનરી, એસેસરિઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપિયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નિટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિક્સ મશીન, ટીએફઓ જેવી ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરિઝ પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details