અમદાવાદમાં ચાલકની બેદરકારીના કારણે ચાલુ સ્કૂલ વેનમાંથી ત્રણ જેટલા બાળકો નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં આ ઘટનાના પગલે સુરત RTO વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને RTOના નિયમોને નેવે મૂકી સ્કૂલવેન સહિત ઓટોમાં બાળકોને ઠુસી-ઠુસી લઈ જતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. RTO વિભાગ દ્વારા હમણાં સુધી કુલ 400 જેટલા સ્કૂલ વેન સહિત ઓટો ને ડિટેઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદની ઘટના બાદ સુરત RTO વિભાગ સક્રિય, સ્કૂલ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું - RTO
સુરત :અમદાવાદના નિકોલ ખાતે ચાલુ સ્કૂલ વેનમાંથી બાળકો પડી જવાની ઘટના પગલે સુરતનું RTO વિભાગ પણ સક્રિય થયું છે. સુરત RTO વિભાગ દ્વારા વહેલી સવારથી સ્કૂલવેન અને સ્કૂલ-ઓટો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. RTOના નિયમોને નેવે મૂકી વેન અને ઓટો રીક્ષામાં બાળકોને ઠુસી-ઠુસીને જતા RTO વિભાગ દ્વારા વાહનોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે.
સ્પોટ ફોટો
વહેલી સવારથી જ RTO દ્વારા શહેરની અલગ-અલગ શાળાઓ પર નજર રાખવામાં આવી હતી. જ્યાં કેટલીક શાળાઓમાં RTOના નિયમોને પણ નેવે મૂકી વિધાર્થીઓ ને ઠુસી-ઠુસી ભરીને લઇ જવાય રહ્યા હતા. બીજી તરફ RTO વિભાગ અમદાવાદની ઘટના ના પગલે પણ કડક કાર્યવાહી હાથ ધરી હતી. RTO વિભાગ દ્વારા આશરે ચારસો જેટલી સ્કૂલવેન અને ઓટોને ડિટેઇન કરવામાં આવી હતી.