જો કે, એજન્સી પાસેથી 38 જેટલા ક્રેઈન પાસેથી હજુ કોઈ પાર્કિગ ચાર્જસ કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવતા નથી. શહેરમા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના રસ્તાઓ પર ખોટી રીતે પાર્ક કરેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો દૂર કરવા માટે ટોઇંગ ક્રેઈન ચલાવવાનો કોન્ટ્રાક્ટ અગ્રવાલ એજેન્સીને સોંપવામાં આવ્યો છે.
અધધ...સુરતીઓ ચુકવે છે પાર્કિંગ નિયમ ભંગ બદલ 6.50 કરોડ વાર્ષિક
સુરત : RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝવાના RTIમાં ખુલાસો થયો છે, કે પાર્કિંગ નિયમ ભંગ બદલ સુરતીઓ 6.50 કરોડ વાર્ષિક ચુકવે છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં મે થી એપ્રિલ 2019 સુરત સીટી ટ્રાફિક પોલીસ દ્વારા 4.28 કરોડ રૂપિયા દંડ પેટે સુરતીઓ પાસે વસુલ કરી લીધા છે.
છેલ્લા એક વર્ષમાં મે થી એપ્રિલ 2019 સુરત સીટી ટ્રાફિક પોલીસ દ્વારા 4.28 કરોડ રૂપિયા દંડ પેટે સુરતીઓ પાસે વસુલ કરી લીધા છે અને આ પેટે અગ્રવાલ એજેન્સીએ છેલ્લા 5 મહિનામાં 93.64 લાખ રૂપિયા ટોઇંગ પેટે લીધા છે અને દિવસે દિવસે આ આંકડો વધતો જાય છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આ તમામ 38 જેટલા ક્રેઈન હાલમાં દિવસ અને રાત્રે પાર્ક કરી રહ્યા છે. કોર્પોરેશનના પાર્કિંગ પોલિસી મુજબ રસ્તા પર પાર્ક કરી રહેલ દરેક વાહનને પાર્કિંગ ચાર્જિસ આપવાનું હોય છે પણ આ 38 જેટલા ક્રેઈન પાસેથી હજુ કોઈ પાર્કિગ ચાર્જસ કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવતા નથી એટલે કાયદા તો પ્રજા માટે છે. સરકારી તંત્રને કોઈ કાયદો લાગુ પડતો નથી.