ગુજરાત

gujarat

ETV Bharat / state

આ વર્ષે બાપાની વિદાય સુરતીઓએ ખાસ તરીકે કરી, ઘટ્યુ પ્રદૂષણ સ્તર

આ વર્ષે કોરોના મહામારીના કારણે સુરતમાં લોકોએ સરકારની ગાઇડલાઇન મુજબ ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી. બે ફૂટની જ માટીની પ્રતિમાઓની સ્થાપના કરી અને ઘરમાં જ વિસર્જન પણ કર્યું હતુ. જેથી પ્રદૂષણનું સ્તર વધ્યું ન હતુ. સુરતીઓના આ જાહેરનામા પાલનને લઇ પર્યાવરણ અને ગણેશ ઉત્સવ સમિતિએ તેેમને બિરદાવ્યા હતા.

સુરતામાં સરકારની ગાઇડલાઇન મુજબ ઉજવાયો ગણેશ મહોઉત્સવ, પ્રદૂષણનું સ્તર રહ્યુ ઓછુ
સુરતામાં સરકારની ગાઇડલાઇન મુજબ ઉજવાયો ગણેશ મહોઉત્સવ, પ્રદૂષણનું સ્તર રહ્યુ ઓછુ

By

Published : Sep 3, 2020, 12:20 PM IST

સુરતઃ શહેરમાં કોરોના કાળમાં પણ ગણેશ વિસર્જન ભક્તિભાવ પૂર્ણ રીતે ઉજવવામાં આવ્યું હતુ. દર વર્ષની સરખામણીમાં ભલે આ વખતે પ્રતિમાઓની સંખ્યા ઓછી હતી પરંતુ આ વર્ષ ગણેશ વિસર્જનથી દરિયામાં પ્રદૂષણનું સ્તર મૂર્તિઓના કારણે શૂન્ય જોવા મળ્યું હતુ. કોરોના ગાઈડલાઈનના મુજબ ગણેશ વિસર્જન પણ લોકોએ ઘરમાં જ કર્યું હતુ. જેથી દરિયામાં કરવામાં આવતી ગણેશજીની પીઓપીની પ્રતિમાઓ સહિત અન્ય સામગ્રીઓનો વિસર્જન ન થતા આ વખતે પ્રદૂષણનો સ્તર વધ્યું ન હતું. સુરતીઓના જાહેરનામા પાલનને લઇ પર્યાવરણ અને ગણેશ ઉત્સવ સમિતિએ બિરદાવ્યા છે.

કોરોના કાળમાં ગણેશ ઉત્સવની ઉજવણી સુરતીઓએ ભક્તિભાવ પૂર્ણ કરી હતી આવી જ રીતે ગણેશ વિસર્જન પણ હર્ષોલ્લાસથી કરી બાપ્પાને વિદાય આપવામાં આવી. પરંતુ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે બાપાની વિદાય સુરતીઓએ ખાસ તરીકે કરી જેના કારણે દરિયામાં પ્રદૂષણનુ સ્તર વધ્યું નથી. આ વખતે જાહેરનામુ હતું કે, લોકો બે ફૂટથી વધુ ઉંચી ગણેશજીની પ્રતિમાની સ્થાપના નહીં કરી શકશે. ખાસ મંડપ અથવા તો સરઘસ પણ કાઢી શકશે નહીં જેનું પાલન સુરતીઓએ કાબિલેતારીફ કર્યું છે.

સુરતામાં સરકારની ગાઇડલાઇન મુજબ ઉજવાયો ગણેશ મહોઉત્સવ, પ્રદૂષણનું સ્તર રહ્યુ ઓછુ

દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હતી અને તેનું વિસર્જન પાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ તળાવ અથવા તો ધુમ્મસ અને અન્ય દરિયાકાંઠેથી કરવામાં આવતું હતું પરંતુ મોટાભાગે પીઓપીની પ્રતિમાઓ હોવાના કારણે દરિયામાં આ મૂર્તિઓનું જ્યારે વિસર્જન કરવામાં આવતું હતું, ત્યારે દરિયા અને તાપી નદીમાં પ્રદૂષણનુ સ્તર વધતું હતું પરંતુ આ વર્ષે કૃત્રિમ તળાવ અને દરિયા કાંઠે વિસર્જન કરવા પર પ્રતિબંધ હોવાના કારણે લોકોએ ઘરમાં જ નાની માટીની પ્રતિમાની સ્થાપના કરી અને વિસર્જન કર્યું હતુ.

આ જ કારણ છે કે, જાહેરનામાંનું પાલન કરવાથી દરિયા અને તાપી નદીમાં પ્રદૂષણની કોઈ પણ માત્ર આ વખતે જોવા મળી નથી. જેથી પર્યાવરણવિદ અને સુરત ગણેશ ઉત્સવ સમિતિ પણ આનંદ વિભોર જોવા મળી રહ્યા છે.

દર વર્ષે ગણેશ વિસર્જનના સમયે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હતો. પરંતુ આ વખતે ગાઇડલાઇન મુજબ લોકોએ પોતાના ઘરે જ ગણેશજીની પ્રતિમા વિસર્જન કરતા પોલીસ બંદોબસ્તની પણ જરૂર પડી ન હતી. સુરતીઓએ જે રીતે જાહેરનામાનું પાલન કર્યું છે. તે અંગે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટ વાળાએ જણાવ્યું હતું કે, દર વર્ષે સુરતમાં નાની મોટી કુલ 67 હજાર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે આશરે 10થી 12 હજાર જેટલા નાના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી લોકોએ ઘરમાં જ વિસર્જન કર્યું છે અને લોકોએ સરકારની ગાઈડલાઈન અને જાહેરનામાનો પાલન કર્યું છે. ત્રણ વર્ષથી તાપી નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું નથી આ વખતે પણ લોકોએ જાહેરનામાનું પાલન કર્યું છે.એમ એસ એચ શેખ પર્યાવરણવાદીએ જણાવ્યું કે, દર વર્ષે પીઓપીની મોટી મૂર્તિઓ હોવાના કારણે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિઓને સાથે અન્ય સજાવટ અથવા તો સામગ્રીનું પણ વિસર્જન કરવામાં આવતું હોય છે. તેની થોડી અસર તાપી નદીમાં પણ દેખાય છે. દર વખતે 10,000 ટન મૂર્તિઓ સહિત સામગ્રી વિસર્જનના વખતે દરિયામાં ઠલવાતી હોય છે પરંતુ આ વખતે જે રીતે લોકોએ જાહેરનામાનું પાલન કર્યું છે. તેનાથી આ વખતે દરિયા અને તાપી નદીમાં પ્રદૂષણનુ સ્તર શૂન્ય છે.

ABOUT THE AUTHOR

...view details