સુરતના ચાર યુવાનોના સમૂહ દ્વારા ભગવાન શિવની આરાધના અને ભક્તિ પર એક શિવ તાંડવ સ્ત્રોત નામનું વિડિયો સોંગ તૈયાર કર્યું છે. છેલ્લા આઠ દિવસની સખત મહેનત બાદ યુવાનોના સમુહ દ્વારા તૈયાર કરાયેલું શિવ તાંડવ સ્ત્રોત નામનું આ વિડીયો સોંગ આગામી 27મી તારીખના રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે લોન્ચ કરવામાં આવશે. લોકોમાં ભગવાન શિવની આરાધના અને ભક્તિમાં મગ્ન બની રહે તેવા પ્રયાસ સુરતી યુવાનો દ્વારા કરાયા છે.
સુરતના યુવાનોએ ઉત્તરાખંડમાં 12000 ફૂટની ઊંચાઈ પર શિવ તાંડવ સ્ત્રોત રેકોર્ડ કર્યું સુરતમાં રહેતા યો યો જયપ્રકાશ તેમજ તેની ટીમ દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કોઈકને કોઈક રીતે ભગવાન શિવની આરાધના કરવા માટેનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ અગાઉ જય પ્રકાશ અને તેની ટિમ દ્વારા ભગવાન શિવની આરાધના તેમજ ભક્તિ કરવા સામાન્ય રીતે સોંગ બનાવવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે ચારેય સુરતી યુવાનોએ ભગવાન શિવની આરાધના કરવા કંઇક અલગ વિચાર કર્યો હતો.
યુવાનોએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરવા માટે ઉત્તરાખંડના બર્ફીલા પહાડો વચ્ચે આવેલા તુંગનાથ મંદિર ઉપર જઈ શિવ ભક્તિની સાથે શિવ તાંડવ સ્તોત્રમ નામનું વીડિયો સોંગ તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી જયપ્રકાશ અને તેની તેમના ચારેય યુવાનોએ ઉત્તરાખંડ નજીક આવેલા રુદ્રપ્રયાગ જિલ્લામાં 12,073 ફૂટની ઊંચાઈ પર આવેલા તુગનાથ મંદિર પર જઈ શૂટ કરવા પહોંચ્યા હતા.ો
અહીં પહોચવા માટે આઠ દિવસનો સમય હતો. સ્થાનિક લોકોની મદદથી જય પ્રકાશ અને તેની ટિમ બર્ફીલા પહાડો વચ્ચે આવેલ તુગનાથ મંદિર પર પહોંચ્યા, પરંતું માઇનસ ડિગ્રી વચ્ચે શૂટ કરવું ઘણું કઠિન બન્યું. છતાં જય પ્રકાશ, ધ્રુવીક ગુલાની તેમજ તેના અન્ય બે મિત્રોએ મળી માઇનસ ડિગ્રી વચ્ચે પણ શિવ તાંડવઃ સ્રોતમ નામનું વીડિયો સોંગ તૈયાર કર્યું છે. આ વીડિયો સોંગ તૈયાર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પણ પડી હતી. કારણ કે એક તરફ સામાન્ય બરફ વર્ષા પણ થઈ રહી હતી, ત્યા બીજી તરફ વીડિયો શૂટ કરવામાં આવી રહ્યું હતું.
શિવ તાંડવ સ્રોતમનું વીડિયો શૂટ કરવા ડ્રોન કેમેરાથી દ્રશ્યો કંડારવામાં આવ્યા છે. બર્ફીલા પહાડો વચ્ચે અને પાંચસો મીટર ઊંચાઈ પર ડ્રોન ઉડાવવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી. કારણ કે, ડ્રોન કેમેરો ઓપરેટ કરતી વેળાએ ધ્રુવીક ગુલાનીના હાથ પણ ઠરી જતા હતા. જેથી ડ્રોન કેમેરો ઓપરેટ કરવો મુશ્કેલ બન્યું હતું. આ વીડિયો શૂટ કરવામાં મુખ્ય રોલ યો યો જયપ્રકાશનો હતો. જ્યારે ધ્રુવીક ગુલાની ડ્રોન કેમેરા ઓપરેટર તરીકે હતા. તો આ સિવાય સીનેમેટ્રોગ્રાફરની પણ મદદ લેવામા આવી હતી.
શિવ ભક્ત જયપ્રકાશના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં બર્ફીલા પહાડો વચ્ચે આવેલા તુંગનાથ મંદિર વિશ્વનું સૌથી ઊંચું અને એકમાત્ર મંદિર ગણવામાં આવે છે. આ મંદિર પર વીડિયો શુટ કરવું ઘણું મુશ્કેલ બન્યું હતું. 12073 ફૂટની ઊંચાઈ સુધી પહોંચવા માટે બરફના ટ્રેક્ પરથી જવું પડ્યું હતું. ભોજન માટે ફૂડ પેકેટ અને બિસ્કિટના પેકેટ લઇ ગુજારો કરવામાં આવ્યો હતો. એટલું નહીં પરંતુ ઊંચાઈ પર પહોંચતા પહોંચતા પીવા માટે પાણી પણ પૂરું થઈ ગયું હતું, જેના કારણે બરફ ખાઈ ગુજારો ચલાવવા પડ્યો હતો. મંદિર સુધી પહોંચતા તમામ મિત્રોને પગ અઢી ફૂટ જેટલા બરફમાં બેસી જતા હતા છતાં પણ સખત પરિશ્રમ કરી તુગનાથ મંદિરે પહોંચી વીડિયો શૂટ કર્યું હતું.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરવાનો આ અનેરો અવસર હતો. જેને લઇ લોકોમાં પણ ભગવાન શિવની આરાધના અને ધાર્મિક આસ્થા જોડાઈ રહે તેવા પ્રયાસ થકી સોંગ જોડે વીડિયો કંપોઝ કરી શિવતાંડવ સ્ત્રોતમ નામનું આ વિડીયો સોંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફક્ત ઓડિયો સોંગ જ હતું પરંતુ ટિમ દ્વારા તેને વિડીયો જોડે કમ્પોઝ કરી સંપૂર્ણ વીડિયો સોંગ તૈયાર કર્યું છે. જે શિવ તાંડવ સ્રોતમ નામનું આ વીડિયો સોંગ કુલ સાત મિનિટનું છે અને આગામી 27મી જુલાઈના રોજ યુ-ટ્યુબ પર લોન્ચ કરવામાં આવશે.
12073 ફૂટની ઊંચાઈ પર આવેલા તુંગનાથ મંદિર પર જય અને બર્ફીલા પહાડો વચ્ચે શિવ આરાધના કરવાની સાથે વીડિયો શૂટ કરવું સુરતી યુવાનોએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. એટલું જ નહીં પરંતુ સુરતના યુવાનોએ બરફવર્ષા વચ્ચે પણ સાત દિવસ સુધી પરિશ્રમ કરી આ વીડિયો શૂટ કર્યા બાદ ભગવાન શિવ પ્રત્યે ભક્તિ અને આસ્થાનો અનેરો પરચો બતાવ્યો છે. જે ખરેખર અન્ય કોઇ માટે સંભવ નથી. ત્યારે આગામી 27મી જુલાઈના રોજ લોન્ચ થનારા આ શિવ તાંડવ સ્ત્રોત્રમ વિડિયો સોંગ ને લઈ લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે. વિડિયો સોંગ લોન્ચ થયા બાદ તેના ચાહકોમાં.વધારો થાય તે વાત નકારી શકાય તેમ નથી.