લગ્નની સિઝનમાં સુરતના કાપડના વેપારીઓ દર વર્ષે ઉત્સાહિત હોય છે .કારણ કે આ સિઝનમાં દેશના ખૂણે ખૂણાથી કાપડ માટે અને સાડીઓનાં ઓર્ડર લઈને આવતા હોય છે. સમય સર લગ્નસરાની સિઝનમાં આ ઓર્ડર કાપડ વેપારી પહોંચાડતા હતા . પરંતુ આ વખતે તેમને માત્ર નિરાશા હાથ લાગી છે.. ભારે મંદીની સ્થિતિ પરથી પસાર થઈ રહેલા કાપડના વેપારીઓને આશા હતી કે જે ખરીદી દિવાળીમાં નહીં થઈ તે લગ્નસરાની સિઝનમાં થશે પરંતુ આશાના વિપરીત પરિસ્થિતિ હાલ સુરતના કાપડ ઉદ્યોગમાં જોવા મળી રહી છે.. લગ્નસરાની સિઝનમાં જ્યાં 225 ટ્રકો કાપડ લઈને દેશનાં અન્ય શહેરોમાં જતી હતી તે હાલ 115 ટ્રકો થઈ ગઈ છે..
લગ્નસરાની સિઝનમાં દર વર્ષે 500 કરોડની આસપાસ નો વેપાર રહેતો હતો પરંતુ આ વખતે આ વેપાર ઘટીને આશરે 250 થી 300 કરોડ થઇ ગયું છે.. એટલે આ વખતે વેપાર 50 ટકા કરતાં પણ ઓછું થયું છે.. દર વર્ષે પોંગલ થી લઇ ક્રિસમસ સુધીમાં 300 કરોડનો વેપાર સુરતમાં થતો હતો. પરંતુ આ વખતે પણ 160 કરોડનો વેપાર કાપડના વેપારીઓને થયું છે એટલે દરેક સિઝનમાં છેલ્લા કેટલાક સમયથી કાપડના વેપારીઓને ભારે નુકશાન થઇ રહ્યું છે.બીજીતરફ નવેમ્બર ડિસેમ્બર માં એનઆરઆઈ લોકો વિદેશ થી લગ્ન માટે આવતા હોય છે.અને લગ્ન માટે ની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે એનઆરઆઈ લોકો માં પણ ખરીદી ને લઈને સુસ્તી જોવ મળી હતી. દરરોજ 70 કરોડનું નુકશાન થઈ રહ્યું છે
લગ્નની સિઝનમાં કાપડ ઉદ્યોગ સુસ્ત, મંદી યથાવત્ - ખરાબ પરિસ્થિતિ
સુરત : છેલ્લા કેટલાક મહિનાથી મંદીના મારમાં ગ્રસ્ત સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને આશા હતી કે લગ્નસરાની સિઝનમાં દેશભરથી ઓર્ડર મળશે અને કાપડ ઉદ્યોગ મંદીની મારથી ઊભરી જશે. પરંતુ તેનાથી વિપરીત લગ્નસરાની સિઝનમાં અપેક્ષા કરતા પણ ખરાબ પરિસ્થિતિ સુરતના કાપડના વેપારીઓ જોઈ રહ્યા છે .લગ્નસરાની ખરીદી જ્યાં દર વર્ષે 500 કરોડની આસપાસ થતી હતી. આ વખતે આ ખરીદી આશરે અઢીસો કરોડ સુધી પહોંચી ગઈ છે. જેના કારણે કાપડ વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
લગ્નની સિઝનમાં અપેક્ષા કરતા પણ ખરાબ પરિસ્થિતિ સુરતના કાપડના વેપારીઓ જોઈ રહ્યા
જીએસટી અને નોટબંધી બાત થી કાપડના વેપારીઓ મંદીના માહોલમાંથી પસાર થઇ રહ્યા છે દરેક સિઝનમાં જે અપેક્ષાઓ કાપડના વેપારીઓ રાખતા આવ્યા હતા તે અપેક્ષા પૂર્ણ થઇ રહી નથી. જેથી કાપડના વેપારીઓને હવે આવનાર દિવસોની ચિંતા સતાવી રહી છે.