રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત શાળાઓમાં નવરાત્રી વેકેશન આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેનો સુરતની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર આ નિર્ણય અંગે ફરી એક વખત વિચાર-વિમર્શ કરે તેવી માંગ સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. જો સરકાર આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં વિરોધ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સરકારનો આ નિર્ણય શિક્ષણહિતનો ન હોવાનો મત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આપ્યો છે.
નવરાત્રિ વેકેશન મુદ્દે સુરત સ્વનિર્ભર શાળા મંડળે કર્યો સરકારનો વિરોધ - navratri
સુરતઃ સરકારે નવારાત્રિનું વેકેશન જાહેર કરતાં સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તેનો વિરોધ કર્યો છે.
દક્ષિણ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને પ્રવકતા મહેશ પટેલ સહિત દિપક રાજ્યગુરુએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે પોતાના નિર્ણય પર પુન: વિચાર કરવો જોઈએ.આ નિર્ણય કોઈ પણ પ્રકારે શિક્ષણ હિતમાં નથી. ગુજરાતમાં વર્ષ 2018માં એનસીઆરટી પ્રમાણે શેક્ષણિક સત્ર અમલમાં આવ્યું છે.જેના કારણે શિક્ષણ પદ્ધતિ માં પણ ફેરફાર કરવામાં આવેલ છે.જેને પહોંચી વળવા વિધાર્થીઓને અને શિક્ષકોને પણ પૂરતો સમય આપવો સરકારે જરૂરી બને છે. નવરાત્રી વેકેશન અંગે સરકારે યોગ્ય વિચારણા કરવી જોઈએ.નવરાત્રી વેકેશનની શેક્ષણિક સત્ર પર વિપરીત અસર પડી શકે છે.જેથી રાજ્ય સરકારે વિધાર્થી હિત માં નિર્ણય લેવો જોઈએ.આ અંગે વિધાર્થી, વાલીઓ,શાળા સંચાલકો તેમજ શિક્ષકો નો અભિપ્રાય પણ લેવો જરૂરી છે.