પંજાબના જલંધર ખાતે તારીખ 6 થી 8 નવેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જે હાલ ચાલી રહી છે. છેલ્લા ચરણ માટે ચાલી રહેલી આ ઇવેન્ટમાં ઓલ ઇન્ડિયાની કુલ 87 જેટલી યુનિવર્સીટીએ ભાગ લીધો છે. જે પૈકી પંજાબ ખાતે ચાલી રહેલી આ ઇવેન્ટમાં સુરતની સી.બી.પટેલ કોમ્પ્યુટર કોલેજ એન્ડ J.N.M.પટેલ સાયન્સ કોલેજની વિધાર્થીની કુમારી કલ્યાણી સક્સેનાએ ટીમમાં ભાગ લઈ 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.
સુરતની વિદ્યાર્થિનીએ પંજાબમાં વગાડ્યો ડંકો, 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યાં
સુરતઃ પંજાબ ખાતે ચાલી રહેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારતની અલગ અલગ યુનિવર્સિટી મળી કુલ 87 જેટલી ટીમોએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સુરતની વિધાર્થીનીએ 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ હાંસલ કરી સુરત સહીત ગુજરાતનું નામ ઉજ્જવળ કરી બતાવ્યું છે. જેમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમનો સમાવેશ થાય છે.
તારીખ 6 ના રોજ પંજાબ ખાતે યોજાયેલી 400 મીટર ઇન્ડિવિડ્યુઅલ મિડલમાં કલ્યાણી સક્સેનાએ ગોલ્ડ મેડલ, 100 મીટર બેસ સ્ટોકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેવી જ રીતે સાત નવેમ્બરના રોજ પંજાબ ખાતે યોજાયેલી સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં 200 મીટર બેસ સ્ટોકમાં વધુ એક ગોલ્ડ મેળવ્યો હતો. જ્યારે 200 મીટર ઇન્ડિવિડ્યુઅલમાં બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો છે. કલ્યાણી સક્સેનાની આ સિદ્ધિથી કોલેજ અને પરિવારજનો પણ ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
કલ્યાણી સક્સેનાએ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયન શિપમાં અન્ય યુનિવર્સીટીની વિધાર્થીનીઓને પણ પાછળ છોડી 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત અને સુરતનું નામ ઉજ્જવળ કરી બતાવ્યું છે. વિધાર્થીનીના આ ઝળહળતી સિદ્ધિને લઈ પરિવાર અને કોલેજ પ્રસાશનમાં પણ ખુશીનો માહોલ છે.