સુરતના પુના ગામ વિસ્તારોમાં આવેલા સનીયા હેમાડ ગામે મોડી રાત્રે બે જૂથ ના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં ફોર વ્હીલ ગાડીઓના કાંચ પણ તૂટ્યા હતા. અન્ય પક્ષના યુવક દ્વારા ગામમાંથી પૂરઝડપે બાઇક ચલાવી જતા ગામવાસીઓએ ઉભો રાખી ટકોર કરી હતી. બાદમાં બાઈક ચલાવનાર યુવકના જૂથના લોકોએ આવી બબાલ કરતા મામલો મારામારી સુધી પોહચી ગયો હતો. જોતજોતામાં મામલો વધુ ગરમાયો અને વાતમાં પથ્થરમારા સુધી પહોંચી હતી.
સુરતના પુના ગામ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો - akshay patel
સુરત : જિલ્લામાં બે જૂથો વચ્ચે મોડી રાત્રે સુરતના પુણા કુંભારીયા ગામે મોટી બબાલ થતા પોલીસ દોડતી થઈ હતી. આ બન્ને જૂથો એકબીજાની ઉપર પથ્થરમારો કરી રહ્યા હતા. કેટલાક વાહનોના કાંચ તૂટ્યા હતા. ત્યારે પોલીસે બન્ને પક્ષોના લોકોની અટકાયત કરી આ ઘાટના શામાટે બની તેની તપાસ હાથ ધરી છે.
સ્પોટ ફોટો
ઘટનાની જાણકારી મળતા પુના પોલીસ સહિત અન્ય પોલીસ મથકનો સ્ટાફ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ મામલો વધુ તંગના થાય તે માટે મોડી રાત્રે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.જ્યાં ઘટના સ્થળે પોહચેલી પોલીસે માંડ માંડ મામલો શાંત પાડ્યો હતો. ત્યારે પથ્થરમારાની ઘટનામાં ફોર વ્હીલની નુકશાનની સાથે કેટલાકને ઇજા પણ થઇ હતી. આ ઘટના શા માટે બની તે પોલિસે તપાસ શરૂ કરી દીધી છે.