સુરત : શહેરમાં ઉત્રાણ ખાતે વિશાલ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરાયું છે, જ્યાં હનુમાન દાદાના ભક્તોએ દાદાને 3482 કિલો સુખડી અને 334 પ્રકારની અલગ અલગ વાનગીઓ ભોગ તરીકે અર્પણ કરી હતી. આયોજનમાં દરરોજે આશરે 50 હજારથી 1 લાખ લોકો હાજરી આપી રહ્યા છે.
અનોખા ભક્ત હનુમાનજીના :સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં ભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવક કથામાં અન્નકૂટ થીમ પર શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાને ભાવી ભક્તોએ 3482 કિલો સુખડી તેમજ 334 પ્રકારની અલગ અલગ વાનગીઓ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભક્તો તેમના ઘરેથી દાદા માટે ખાસ અન્નકૂટ લઈને આવ્યા હતા. મહિલા ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલા 3482 કિલો સુખડી, 182 પ્રકારની મીઠાઈઓ, 175 મણ કેળા, 65 પ્રકારની ચોકલેટ, 51 તરબુજ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતા.
હનુમાનજીના ચરિત્ર કથાનું રસપાન કર્યું: આ કથાના આરંભ પહેલા સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ હરિ પ્રકાશ સ્વામી જ્યારે વ્યાસપીઠ પર આવ્યા ત્યારબાદ રાષ્ટ્રગાન તેમજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરાવી હતી, ત્યારબાદ જ કથા પ્રારંભ કરી હતી. હજારોની સંખ્યામાં હાજર હનુમાન દાદાના ભક્તોએ હનુમાનજીના ચરિત્ર કથાનું રસપાન કર્યું હતું.
ગ્રાઉન્ડને જળહળતું કર્યું: ઉલ્લેખનીય છે કે, આ કથામાં એક દિવસ પહેલા જ ભાવી ભક્તોએ 51 કિલોની કેક દાદાને અર્પણ કરી હતી. 8,000થી પણ વધુ દીવાથી હનુમાનજીની આરતી લોકોએ ઉતારી હતી. જ્યારે 70 હજારથી પણ વધુ ભાવિ ભક્તોએ પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરી આખા ગ્રાઉન્ડને ઝળહળતું કર્યું હતું. લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સાથોસાથે જય કષ્ટભંજન દેવથી ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. વાતાવરણ ભક્તિમય :રોજે 800થી પણ વધુ લોકો હાથમાં આરતીની થાળી લઈને દાદાની આરતી ઉતારે છે, અત્રે ઉલ્લેખનીય છે કે આ 800 જેટલી થાળીઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રોજે તૈયાર કરવામાં આવે છે. આ કથામાં રોજે હજારોથી પણ વધુ ભાવિ ભક્તો કથાનો લાભ લેવા માટે ઉપસ્થિત રહે છે. નાના નાના બાળકો હનુમાનજીના વેશ ધારણ કરી ગ્રાઉન્ડ પર જોવા મળે છે. કથાના આરંભ પહેલાથી જ સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય જોવા મળે છે.
- કષ્ટભંજન હનુમાન દાદાને હિમાલયનો ભવ્ય શણગાર કરાયો
- Rajkot News : રાજકોટનું આ મંદિર જ્યાં માતાજીને ધરવામાં આવે છે પાણીપુરી અને દાબેલી
- Rajkot News : ચમત્કારિક હનુમાનજીનો પ્રસાદ ખાવાથી માનતા થાય છે પૂર્ણ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ લીધી મુલાકાત