સુરત: ચાણક્યએ કહ્યું હતું કે, શિક્ષક ક્યારેય પણ સામાન્ય હોતો નથી. અનેક શિક્ષકોએ આ વાત સાચી સાબિત પણ કરી છે. જેમાંથી એક સુરતના નિવૃત્ત શિક્ષિકા ઈલાબેન બાલકૃષ્ણ રાજગુરુ છે. છેલ્લા12 વર્ષથી તેઓ પોતાના જન્મદિવસ પર ભારતીય સૈનિકોના પરિવાર માટે સહાય આપે છે. એટલું જ નહીં રિટાયાર્ડ થયા બાદ આરામની જિંદગી પસાર કરવાની જગ્યાએ આદિવાસી વિસ્તારમાં ગરીબ અને નિ:સહાય બાળકોને ભણાવે છે.
https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17799678_s_aspera.jpg આ પણ વાંચો Glander Disease in Horses in Surat : સુરતના અશ્વોમાં ગ્લેન્ડર રોગ, 6 અશ્વને દયામૃત્યુ અને 20 ઘોડાઓના સેમ્પલ લેવાયા
પ્રેરણાનો સ્ત્રોત:શિક્ષક ઘણા લોકો માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત હોય છે. શિક્ષક પદથી નિવૃત્ત થયા બાદ પણ સુરતની ઇલાબેન લાખો લોકો માટે આદર્શ બની ગયા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં પ્રાઇમરીની શિક્ષિકા તરીકે ફરજ બજાવ્યા બાદ પણ પણ તેઓ લોકોને નૈતિક મૂલ્યો શિખાવી રહ્યા છે. બે વર્ષ પહેલા ઇલાબેન રિટાયર થયા હતા. તેઓ નેચરોપેથી ચિકિત્સક છે. ઉમિયા ધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાના સંચાલક છે. રિટાયરમેન્ટ બાદ લોકો વિચારતા હોય છે કે તેઓ આરામની જિંદગી પસાર કરશે. પરંતુ તેનાથી વિપરીત ઈલાબેન આદિવાસી ક્ષેત્રના નિઃસહાય અને ગરીબ બાળકોને ભણાવી રહ્યા છે.
સુરતની નિવૃત શિક્ષિકા છેલ્લા 12 વર્ષથી પોતાના જન્મદિવસ પર સૈનિકોના પરિવાર માટે આર્થિક સહાય આપે છે આ પણ વાંચો Surat News: કેન્દ્ર સરકારની બજેટમાં લેબ્રોન ડાયમંડનો વિકાસ થાય તે જરુરી: સી. આર.પાટીલ
ચેક અર્પણ કર્યો હતો:ડાંગ જિલ્લાના એક સામાજિક સંસ્થાની શાળામાં તેઓ બાળકોને અનેક પ્રવૃત્તિ કરાવે છે. સૌથી અગત્યની વાત એ છે કે તેઓ છેલ્લા 12 વર્ષથી પોતાના જન્મદિવસ પર સૈનિકોના પરિવાર માટે આર્થિક સહાય આપે છે. તેઓ મૂળ ભાવનગરના વતની છે. હાલમાં તેઓએ પોતાના જન્મદિવસ પર જય જવાન નાગરિક સમિતિને 50000 રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. જેથી સૈનિકના પરિવારને સહાય મળી શકે.
સુરતની નિવૃત શિક્ષિકા છેલ્લા 12 વર્ષથી પોતાના જન્મદિવસ પર સૈનિકોના પરિવાર માટે આર્થિક સહાય આપે છે નાનપણથી જ ભારતીય સેના માટે કશુંક કરવાનું વિચાર્યું હતું. કારણ કે મારા નાના-નાની આઝાદીની લડતમાં ઘડવૈયા હતા. તેઓ અંગ્રેજોના જુલમ વખતે જેલ પણ જઈ ચૂક્યા છે. મારા બંને દીકરાઓ પણ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે. એટલું જ નહીં મારી બંને વહુ પણ સામાજિક કાર્ય સાથે જોડાયેલી છે. બે વર્ષ પહેલાં હું રિટાયાર્ડ થઈ હતી. રિટાયરમેન્ટ બાદ જે પણ પેન્શનની રકમ મળે છે. તેમાંથી હું સૈનિક પરિવાર માટે નાનકડી આર્થિક ભેટ આપું છું. ડાંગ આહવામાં આદિવાસી બાળકો માટે હું નિઃશુલ્ક સેવા પણ આપી રહી છું. મારો પરિવાર રાજકોટ રહે છે પરંતુ હું ડાંગમાં રહીને આવા બાળકોની સેવા કરું છું--ઈલાબેન