સુરત જિલ્લામાં ગુરુની ગરીમાને લજવતી ઘટના સામે આવી સુરત: અજ્ઞાનીને જ્ઞાની કરનાર અવગુણોને દૂર કરનાર અને અંધકારને પ્રકાશિત કરનારને ગુરુ કહેવાય છે, પરંતુ આ તમામ વાતથી વિરુધ્ધમાં કોઇ કાર્ય ગુરુ કરે તો? ત્યારે તે ગુરુ નહીં પણ શેતાન કહેવાય. સુરતમાં એક ગુરુની ગરીમાને લજવતો કિસ્સો સામે આવ્યો છે.
શિક્ષણ જગતને લાંછન લાગે તેવી ઘટના :જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે શિક્ષણ જગતને લાંછન લાગે તેવી ઘટના બનવા પામી છે. એક લંપટ શિક્ષકના કારણે સુરત જિલ્લા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. નાની નરોલી ગામે આવેલ પ્રાથમિક શાળામાં 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં હાર્દિક ગોવિંદભાઈ ચૌધરી નામનો વ્યક્તિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષક હાર્દિક ચૌધરીએ ધોરણ 6માં અભ્યાસ કરતી એક 12 વર્ષીય સગીરા પર નજર બગાડી હતી. સગીરા જ્યારે પ્રાથમિક શાળાના બીજા પુસ્તક જમા કરાવવા ગઈ ત્યારે હાજર શિક્ષક હાર્દિક ચૌધરીએ એકલતાનો લાભ લઇ 12 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા.
આ પણ વાંચો Surat News : બિલ્ડીંગની મીટર પેટીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ
સગીરાએ માતા-પિતાને કરી ઘટનાની જાણ: માંગરોળ નાની નરોલી ગામની ભોગ બનનાર સગીરાએ ઘરે જઈને લંપટ શિક્ષકે કરેલ કૃત્ય સમગ્ર ઘટનાની જાણ પોતાના માતા પિતાને કરતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓએ સમગ્ર ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરતા માંગરોળ પોલીસે શિક્ષક હાર્દિક ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. શિક્ષક હાર્દિક ચૌધરીએ કરેલા કૃત્યને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ વહેલા ઝડપથી લંપટ શિક્ષકને પકડે અને તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો Surat Crime News : સુરત એસઓજી દ્વારા નકલી નોટોના માસ્ટર માઇન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ, હકીકતો જાણી ધ્રુજી જશો
માંગરોળ પોલીસે ગુનો દાખલ કર્યો:ઘટનાને લઈને સુરત ગ્રામ્ય DYSP બી.કે વનારએ જણાવ્યું હતું કે' ભોગ બનનાર સગીરાના પરિવાર દ્વારા માંગરોળ પોલીસને જાણ કરવામાં આવતા જ માંગરોળ પોલીસે શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. હાલ શિક્ષકને ઝડપી લેવાની તજવીજ શરૂ છે. બને તેટલી ઝડપથી આરોપી પકડાય તે દિશામાં કામગીરી ચાલુ છે. વિધાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ પડે તે માટે સુરત જિલ્લા પોલીસ તેમજ પોલીસની શી ટીમ દ્વારા અવાર નવાર સુરત જિલ્લાની અલગ અલગ શાળામાં જઈને કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે.