સુરત :દેશભરમાં હોળી ધુળેટીનો તહેવાર રંગેચંગે ઉજવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત શહેર શા માટે પાછળ રહે સુરત શહેરમાં પણ વહેલી સવારથી નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો હોળીના રંગમાં રંગાઈ ગયા છે. એકબીજાને હોળીના રંગો લગાવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે .ત્યારે આજે સુરત પોલીસ પણ અધિકારીઓ અને કર્મચારીઓ બધા મળીને આ તહેવારને રંગેચંગે ઉજવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા હતા.
સુરત પોલીસ કમિશનર હોળીના તહેવાર પર શું કહ્યુું :આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, ભારતીય પરંપરા અને સંસ્કૃતિના અનુસાર હોળીનો તહેવાર ઉર્જા,આનંદ અને સમાજમાં કેટલી પણ બુરાઈઓ હોય તેમાં અછાઈ સળગી શકતી નથી તે હોળીનું પ્રતીક છે. અમે બધા હોળીની ઉજવણી કરી રહ્યા છીએ. પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સવારે થોડી વાર માટે બધા ભેગા થઈને હોળીનો તહેવાર ઉજવ્યો અને હવે હાલ સમાજની સુરક્ષા માટે બંદોબસ્તમાં જઈ રહ્યા છે. કારણ કે, સાચી હોળી એ જ છે કે, સમાજમાં સાચી બાબતોમાં પોલીસ મદદરૂપ થાય. અશુભ બાબતો હોય તેની હોળી સળગાવીએ.પત્રકાર મિત્રોને સમાજના બધા સભ્યોને સુરતના તમામ પ્રજાજનોને સુરત પોલીસ તરફથી શુભકામનાઓ પાઠવું છું. સારી રીતે હોળી રમો, પરંતુ બીજા કોઈને ખલન ના થાય તે રીતે હોળી રમો.